Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

સત્તાના નશામાં મમતા દીદીએ લોકશાહીનું ગળુ દબાવી દીધુઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બિહાર,પં.બંગાળ અને ઝારખંડમાં રેલી કરી કોંગ્રેસ અને વિપક્ષને આડેહાથે લીધા. અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસાને લઈને મોદીએ કÌšં સત્તાના નશામાં દીદીએ લોકશાહીનું ગળું દબાવી દીધું છે. બંગાળમાં દીદી જે રીતે હિંસા કરે છે તેનાથી સ્પષ્ટ છે કે અહીંના આશીર્વાદથી ભાજપ એકલા હાથે પૂર્ણ બહુમત મેળવશે.
મોદીએ દાવો કર્યો કે પાંચમા અને છઠ્ઠા તબક્કાના મતદાન બાદ ભાજપે પૂર્ણ બહુમત મેળવી લીધું છે અને અમે ૩૦૦ સીટનો આંકડો પાર કરી લઈશું. તેમણે  હતુ કે નામદારનો પરિવાર હોય કે બિહારનો ભ્રષ્ટ પરિવાર, આજે તેમની હજારો કરોડો રુપિયાની સંપત્તિ છે.આ પૈસા ક્્યાંથી આવ્યા?
દેવઘરમાં તેમણે કોંગ્રેસ નેતા સામ પિત્રોડા અને મણિશંકર અય્યર પર કટાક્ષ કરતા  કે, નામદાર પરિવારના બે અંગત દરબારીયોએ તેમની તરફથી બેટિંગ શરૂ કરી દીધી છે. એક બેટ્‌સમેન તો નામદારના ગુરુ છે, જેને પહેલા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ૨૩મેના રોજ આવનારા પરિણામો કોંગ્રેસ પણ સમજી ગઈ છે. તેને પરિણામોની તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ તૈયારી કરી રહી છે કે હાર બાદ તેનું ઠીકરુ પાર્ટીમાંથી કોણી પર ફોડશે. નામદારને બચાવવા માટે શું કરવામાં આવે, તેના માટે એક્સરસાઈઝ ચાલી રહી છે.
તેમણે  કે, અત્યાર સુધીના ફેઝ બાદ મહામિલાવટીયોના સપનાંઓ પર પાણી ફરી ગયું છે. તેમને ફક્ત તેમના પરિવારની જ ચિંતા છે. નામદાર અથવા બિહારના ભ્રષ્ટ પરિવારને જા ગરીબની ચિંતા થાત તો કૌભાંડ કરતા પહેલા તેમના હાથ ધ્રુજી ગયા હોત. વિપક્ષની આંખો માત્ર મફતનો માલ લેવા માટે જ ખુલે છે.
મોદીકે, ૪-૫ તબક્કાઓની ચૂંટણી બાદ તમામ સર્વે વાળાઓએ કહી દીધું છે કે એનડીએની સરકાર બની રહી છે. પછી મોદી કેમ સાતમા તબક્કા સુધી મહેનત કરી રહ્યા છે? મહામિલાવટી લોકોમાં એક મજબૂર સરકાર બનાવવાના સપના જાઈ રહ્યા હતા પણ તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. તેમના નકારાત્મક પ્રચારમાં ફક્ત બે જ મુદ્દાઓ છે. એક મોદીની છબી ખરાબ કરો અને બીજું મોદીને હટાવો.

Related posts

ભારતને આંખ દેખાડનારાઓને જડબાતોડ જવાબ મળશે : મોદીનો ટંકાર…

Charotar Sandesh

આર્મી કેમ્પ પર આતંકવાદી હુમલો : બે આતંકી ઠાર અને ૩ જવાન શહીદ

Charotar Sandesh

ભાજપ ૨૦૦થી વધુ બેઠકો જીતીને સોનાર બાંગ્લાનું સપનું સાકાર કરશે : કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Charotar Sandesh