સની લિયોનીએ તાજેતરમાં જ તેનો ૩૮મો જન્મદિવસ ઉજવ્યો હતો. પોર્ન ઈન્ડસ્ટ્રીમાંથી બોલિવુડ કરિયર સુધીની સંઘર્ષપૂર્ણ સફર દરમિયાન સની તેની શરતો પર જિંદગી જીવી રહી છે. આ દરમિયાન ડેનિયલે સની માટે એક પોસ્ટ પણ કરી અને પત્નીને વિશ્વની સૌથી સેક્સી મહિલા ગણાવી.
બોલીવુડના ટોપ સ્ટાર્સમાં સામેલ આમિર ખાને પણ સનીને બર્થ ડે શુભેચ્છા પાઠવી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની સાથે Âટ્વટર પર પણ સનીને શુભકામના આપી હતી. જાકે આમિરે વિચાર્યું પણ નહીં હોય કે સનીને શુભકામના આપવાના કારણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગશે.
સનીને શુભેચ્છા આપ્યા બાદ અનેક લોકોએ આમિરને ટ્રોલ કર્યો. બોલીવુડમાં આમિર ખાન ઉપરાંત અન્ય કોઇ ટોપ સ્ટારે સનીને શુભકામના આપી નહોતી. એક યૂઝર્સે આમિરને ઇસ્લામની યાદ અપાવીને બર્થ ડે વિશ હરામ હોવાનું જણાવ્યું.
અન્ય એક યૂઝર્સે પૂછ્યું કે, સર કઈ લાઈનમાં આવી ગયા છો તમે ? જેનો જવાબ આપતાં એક યૂઝર્સે લખ્યું, જે લાઇનમાં તમારા પ્રધાનમંત્રી પહેલાથી જ છે.