Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

સમગ્ર પંથકમાં દુષ્કર્મ કરનાર આરોપીઓ સામે ફીટકારની લાગણી : ફાંસી આપવાની માંગ ઉઠી…

ખંભાતના કાનીશા ગામે આઠ વર્ષની માસુમ બાળા સાથે દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર બે હેવાનોની ધરપકડ…

ખંભાત તાલુકાના કાનિશા ગામે  નવા વર્ષના દિવસે નાના બાળકો ગામમાં ફરી વડીલો સાથે મોજ મસ્તી કરી આનંદ વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે આ બનાવ બનતા સમગ્ર તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. કાનિશા ગામની ધોરણ ત્રણ અભ્યાસ કરતી બાળકીને દારૂખાનું આપવાની લાલચ આપી ગામના એક નરાધમો દ્વારા બાળકીને પટાવી ફોસલાવી એક કાસ નજીક લઇ દુષ્કર્મ કરી તેની હત્યા કરી તેની લાશને કાસમાં ફેંકી ફરાર થઇ ગયા હતા. નવા વર્ષ પર્વમાં બાળકી બપોર સુધી ઘરે ન આવતા મા-બાપ તેમજ સમગ્ર ગ્રામજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી હતી. તે દરમિયાન ગામના અમુક લોકો દ્વારા નરાધમ સાથે હોવાની માહિતી મળતા નરાધમ યુવક નશાની હાલતમાં ઘટના સ્થળ નજીક મળી આવ્યો હતો. ત્યારબાદ નરાધમ યુવક સાથે અન્ય એક શકમંદ પકડીને ખંભાત રૂરલ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.

સમગ્ર ગ્રામજનો દ્વારા શોધખોળ કરતા કરતા બાળકીની લાશ અવાવરું જગ્યાએ તાપસ કરતાં કાસ બાળકીની નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. સમગ્ર ઘટના બાદ સમગ્ર પંથકમાં હાલ આવા દુષ્કર્મ કરનાર આરોપીને ફાંસી આપવાની માંગ ઉઠવા પામી છે.

Related posts

મોડી રાત્રે ઉંચા અવાજે ડીજે વગાડી જાહેરનામાનો ભંગ કરનાર ડીજે સંચાલકો સામે કાર્યવાહી : ૪.૬૬ લાખનો મુદ્દામાલ જપ્ત

Charotar Sandesh

આણંદ ખાતેથી જિલ્‍લામાં ૭૧મા વન મહોત્‍સવનો પ્રારંભ કરાવતા રાજયમંત્રી જયદ્રથસિંહજી પરમાર

Charotar Sandesh

ગુજરાતમાં આ મોટા ત્રણ પ્રસંગના સહભાગી બનવા NRIના આગમનથી બજારમાં ખરીદીનો માહોલ, જુઓ

Charotar Sandesh