-
નબળું પરિણામ આવે તો મીડિયા સમક્ષ પરિણામ જાહેર કરતા સમયે શું કહેશો?
ગાંધીનગર,
આજે ગાંધીનગર ખાતે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણાધિકારીઓ અને શિક્ષકો સમક્ષ વેદના ઠાલવી હતી. શાળાઓના નબળા પરિણામો અંગે શિક્ષણપ્રધાને કહ્યું કે, નબળું પરિણામ આવે તો મીડિયા સમક્ષ પરિણામ જાહેર કરતા સમયે શું કહેશો?
આ ઉપરાંત તેમણે કહ્યું કે, સરકાર તમને વેતન આપે છે. તો સામે એવું કામ પણ આપવું જ પડે. તથા તેમણે ચેતવણી આપતા પણ કહ્યું કે, જો ખાનગી શાળામાં તમે આમ કામ કરો તો તમારી નોકરી જોખમમાં આવી જાય.
શિક્ષણ વિભાગે રાજ્યની શાળાઓમાં આભડછેટ દૂર કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે. મધ્યાહ્નન ભોજન વખતે વિદ્યાર્થીઓને એક જ હરોળમાં એકસાથે બેસાડીને ભોજન આપવામાં આવશે. જો શાળામાં પાણીના અલગ માટલા અને ગ્લાસ રાખવામાં આવશે તો શાળાના મુખ્ય શિક્ષક સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે રાજ્યના તમામ ડીઈઓને પરિપત્ર મોકલી દેવામાં આવ્યો છે.