પોતાના સુરમય અવાજનનાં કારણે રેલવે સ્ટેશનની રાનૂ આજે હિમેશ રેશમિયાનાં સ્ટુડિયો સુધી પહોંચી ગઈ છે અને પહેલું ગીત તેરી મેરી કહાની પણ ધુમ મચાવી રહ્યું છે. હવે એક બીજી મોટી ખબર સામે આવી રહી છે કે સલમાન ખાને રાનૂને એક આલિશાન ઘર ગિફ્ટ કર્યું છે. તેમજ આ ઘરની કિંમત પણ ૫૫ લાખ રૂપિયા હોવાનો દાવો છે. એટલું જ નહી પણ રાનૂને દબંગ ૩માં ગીત ગાવાનો મોકો પણ આપ્યો છે એવી પણ ખબરો મળી રહી છે.
હાલ તો સોશિયલ મીડિયામાં સલમાન ભાઈની આ ખબરથી બધા તેનાં વખાણ કરી રહ્યાં છે પરંતુ અસલી હકિકત શું છે તે સામે નથી આવ્યું. કારણ કે સલમાન કે પછી એની કોઈ ટીમ તરફથી હજું રાનૂને લઈ કોઈ બયાન સામે આવ્યું નથી. પરંતુ સલમાનના નજીકનાં સુત્રોએ આ માહિતી આપી છે. આમ તો સલમાનની દરિયાદીલીથી લોકો વાકેફ જ છે. એવામાં લોકોને નવાઈ ન લાગી કે સલમાને ૫૫ લાખનું ઘર રાનૂને આપ્યું હોય. જ્યારથી લોકોને આ વાતથી ભણક લાગી કે આટલા રૂપિયા આપ્યાં ત્યારથી લોકો સોશિયલ મીડિયામાં મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે અને કોમેન્ટ કરી રહ્યાં છે કે આને કહેવાય જમાનો આવ્યો.