Charotar Sandesh
બોલિવૂડ

સલમાન અને આમિર ઢોંગ કરીને બોલિવૂડને ઉલ્લુ બનાવે છે : અનિલ કપૂર

મુંબઈ : અનિલ કપૂર તાજેતરમાં જ ફિલ્મ પાગલપંતીમાં સ્ક્રીન પર કોમેડી કરતો જોવા મળ્યો હતો. એને લઈને તેમણે ગોવામાં ચાલી રહેલા ૫૦માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં દિગ્દર્શક અનીસ બઝમી સાથેની પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો. આ વાતચીત દરમિયાન અનિલ કપૂરે સલમાન ખાન અને આમિર ખાન વિશે એક મોટો ખુલાસો કર્યો હતો અને કહ્યું કે આ બંને સુપરસ્ટાર્સ ઢોંગ કરીને બોલિવૂડના બીજા કલાકારોને ઉલ્લુ બનાવે છે. થયું એવું કે આ પેનલ ચર્ચા દરમિયાન અનિલ કપૂરને સવાલ પૂછવામાં આવ્યો કે પહેલા સફળતા, કાર અને બંગલો ખરીદ્યા પછી ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સ આળસુ કેમ બની જાય છે? કેમ પછીથી તેઓ કામને ગંભીરતાથી લેતા નથી. શું તમને લાગે છે કે આ કેટેગરીમાં બોલિવૂડનાં કોઈ અભિનેતા છે?

આ સવાલ પર અનિલ કપૂરે કહ્યું, “હું તમારી સાથે સહમત છું. ઘણા કલાકારો શરૂઆતમાં સારુ કામ કરે છે પણ પછીથી આળસુ બની જાય છે. કામ અને મહેનતને આટલી ગંભીરતાથી નથી લેતા. હવે જોઈ લો આમિર ખાનને. તે પોતાને આળસુ કહે છે. જ્યારે વાસ્તવમાં એવું નથી. તે આમિરનો ઢોંગ છે.

Related posts

તાપસી પન્નુ ‘રશ્મિ રોકેટ’નું શૂટિંગ એપ્રિલથી શરૂ કરશે…

Charotar Sandesh

પ્રભાસની આગામી ફિલ્મમાં પૂજા હેગડે ચમકશે, ફર્સ્ટ લુક શેર કર્યો…

Charotar Sandesh

હવે કંગનાએ બીએમસીને નોટીસ ફટકારી ૨ કરોડ રૂપિયાનું વળતર માગ્યું…

Charotar Sandesh