મુંબઈ : સલમાન ખાન છેલ્લે ‘દબંગ ૩’ ફિલ્મમાં જોવા મળ્યો હતો. હવે તેણે તેની નવી ફિલ્મનું અનાઉન્સમેન્ટ કર્યું છે. સલમાને ૨૦૨૧ની ઈદ માટે પોતાની ફિલ્મની જાહેરાત કરી છે. સ્વાભાવિક છે કે ૨૦૨૦ની ઈદ પર તેની ‘રાધે’ ફિલ્મ રિલીઝ થવાની છે. ૨૦૨૧માં ‘કભી ઈદ કભી દિવાલી’ નામની ફિલ્મ રિલીઝ થશે.
‘કભી ઈદ કભી દિવાલી’ ફિલ્મને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યૂસ કરશે જ્યારે ‘હાઉસફુલ ૪’ફેમ ડિરેક્ટર ફરહાદ સામજી આ ફિલ્મને ડિરેક્ટ કરશે. સલમાન ઘણા વર્ષોથી તેની ફિલ્મ ઈદ પર રિલીઝ કરે છે. આ જ પ્રવાહમાં હવે ૨૦૨૧ની ઈદ પણ સામેલ થઇ ગઈ છે. ફિલ્મના નામ સિવાય હજુ કોઈ બીજી માહિતી સામે આવી નથી.