મુંબઇ : બોલિવુડના દબંગ સલમાન ખાન આજે તેનો ૫૪મો જન્મદિવસ મનાવી રહ્યો છે. સલમાનને ચારે બાજુથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. સાથે સલમાન ખાન માટે આ જન્મદિવસ ખુબજ ખાસ છે આજે સલમાનના પરિવારમાં બેવડી ખુશીનો માહોલ છે. એક તો સલમાનનો જન્મદિવસ અને બીજું બહેન અર્પિતા બીજી વાર મા બની છે. સલમાન ખાનની બહેન અર્પિતાએ પુત્રીને જન્મ આપ્યો છે.
અર્પિતાએ ભાઈને બર્થડે પર મામુ બનાવવાનો આ ખાસ પ્લાન તૈયાર કર્યો હતો. હાલ અર્પિતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં એડમિટ છે. ડિલેવરી સમયે આખો ખાન પરિવાર અર્પિતા સાથે હતો.
આપને જણાવી દઈએ કે અર્પિતાના ઘરે આ બીજી વખત પારણું બંધાયુ છે. અર્પિતાના પુત્રનું નામ આહિલ શર્મા છે. સલમાન તેના આ ભાણીયા સાથે ઘણીવાર મસ્તી કરતો જોઈ શકાય છે. બંને વચ્ચે ખુબજ બોન્ડીંગ છે.
સલમાન આ ક્ષણની આતુરતાથી રાહ જોતો હતો. આજે જન્મદિવસ પર આ ભેટ સલમાન અને તેના પરિવાર માટે ખાસ છે. સલમાન ખાન પર જન્મદિવસ નિમીતે ભેટ, સૌગાતનો વરસાદ થઈ રહ્યો છે પણ આ નાનકડી ભેટ સલમાન માટે ખુબજ ખાસ રહેશે.