પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ સાહોનું હિન્દી ડબિંગ પણ હવે પ્રભાસ જ કરશે. ડિરેક્ટર સુજીત રેડ્ડીની ફિલ્મ ‘સાહો’ તમિળ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થવાની છે. અગાઉ ફિલ્મનું હિન્દી ડબિંગ એક્ટર શરદ કેલકર કરવાનો હતો જેણે ‘બાહુબલી’ ફિલ્મમાં પ્રભાસ માટે હિન્દીમાં ડબિંગ કર્યું હતું. પરંતુ, હવે પ્રભાસે જાતે જ હિન્દી ડબિંગ કરવાનું નક્કી કર્યુ છે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ પૂરું થશે. ફિલ્મ આ વર્ષે ૧૫ ઓગસ્ટે રિલીઝ થવાની છે.
‘સાહો’ ફિલ્મને યુવી ક્રિએશન્સ, ટી સિરીઝ અને ધર્મા પ્રોડક્શન પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મમાં જેકી શ્રોફ, અર્જુન વિજય, નીલ નીતિન મુકેશ, મંદિરા બેદી પણ મહ¥વનાં રોલમાં છે. ‘સાહો’ ફિલ્મનું ટીઝર પ્રભાસના જન્મ દિવસ પર શ્રદ્ધાનાં જન્મ દિવસ પર રિલીઝ કરાયું હતું. આ ફિલ્મ એક્શન ફિલ્મ છે જેને સુજીત રેડ્ડીએ લખી અને ડિરેક્ટ કરી છે.