Charotar Sandesh
ઈન્ડિયા સ્પોર્ટ્સ

સિક્સર કિંગ યુવરાજસિંહની ક્રિકેટને ‘અલવિદા’…!!

  • યુવીની ૧૯ વર્ષ લાંબી કારકિર્દીનો અંત,૨૦૧૧ના વર્લ્ડકપમાં મેન ઓફ ધ સિરીઝ બનેલ

  • મને ક્રિકેટે જીવનમાં ઘણુ બધુ આપ્યુ, ક્યારેય વિચાર્યુ ન હતું કે દેશ માટે રમીશ’, વર્લ્ડ કપ જીતવો મારા માટે સપનાં જેવું હતું : યુવરાજ

મુંબઇ,
ભારતના ૨૦૦૭ ટી૨૦ વર્લ્ડ કપ અને ૨૦૧૧ ક્રિકેટ વિશ્વકપમાં જીતનો હીરો રહેલા યુવરાજ સિંહે સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી. યુવરાજ સિંહે મુંબઈની સાઉથ હોલટમાં પત્રકાર પરિષદ કરી. જ્યાં તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી. જાણકારી પ્રમાણે યુવરાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી બાદ આઈસીસી માન્યતા પ્રાપ્ત વિદેશી ટી૨૦ લીગમાં રમવા ઈચ્છે છે. યુવી વિદેશી ટી૨૦ લીગમાં ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે રમવા ઈચ્છે છે.


યુવરાજ સિંહ ૨૦૧૯ ક્રિકેટ વિશ્વકપમાં રમવા ઇચ્છે છે. પરંતુ ખરાબ ફોર્મ અને ફિટનેસને કારણે તેનું આ સપનું અધુરૂ રહી ગયું હતું. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે યુવરાજ આંતરરાષ્ટ્રીય અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃતી લેવા વિશે વિચારી રહ્યો છે.
યુવરાજ સિંહે કહ્યું કે, મેં ક્યારેય પડકારની સામે હાર નથી માની ભલે તે ક્રિકેટ હોય કે કેન્સર જેવી બિમારી. યુવરાજે કહ્યું કે, તે ઘણા સમયથી નિવૃતી વિશે વિચારી રહ્યો હતો અને હવે તેનો પ્લાન આઈસીસી દ્વારા માન્યતા પ્રાપ્ત ટી૨૦ ટૂર્નામેન્ટમાં રમવાનો છે. યુવરાજ સિંહ પોતાના માતાથી ઘણો નજીક છે. સંન્યાસની જાહેરાત કરવા સમયે પણ યુવરાજે કહ્યું કે, મારી માતા હંમેશા મારી તાકાત રહી છે.
પોતાના ક્રિકેટ કરિયરને યાદ કરતા યુવરાજે કહ્યું કે, ’પોતાના ૨૫ વર્ષના કરિયર અને ખાસ કરીને ૧૭ વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરમાં ઘણા ચઢાવ-ઉતાર જોયા. હવે મેં આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે. આ રમતને મને શીખવાડ્યું કે, તેમ લડવું છે, પડવું છે, ફરી ઉઠવું છે અને આગળ વધવું છે.’
યુવરાજે ૨૦૧૧ના વર્લ્ડ કપમાં ૯ મેચમાં ૯૦.૫૦ની સરેરાશથી ૩૬૨ રન અને ૧૫ વિકેટ ઝડપી હતી. તે વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યો હતો. ૩૭ વર્ષીય યુવરાજ સિંહે ભારત માટે પોતાની અંતિમ વનડે મેચ ૩૦ જૂન ૨૦૧૭ના વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમી હતી. યુવીએ પોતાની અંતિમ ટી૨૦ મેચ ૧ ફેબ્રુઆરી ૨૦૧૭ના ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. જ્યારે અંતિમ ટેસ્ટ મેચ ૨૦૧૨માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. યુવરાજ સિંહ ૨૦૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ રમવા માગતો હતો. પરંતુ ખરાબ ફોર્મ અને ફિટનેસના કારણે તેમનું આ સપનું અધૂરું રહી ગયું છે.
યુવરાજ સિંહ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો, પરંતુ તેને વધુ તક ન મળી. યુવીએ આ વર્ષે આઈપીએલમાં મુંબઈ તરફથી ૪ મેચોમાં કુલ ૯૮ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર ૫૩ રન રહ્યો હતો.
૧૨ ડિસેમ્બર ૧૯૮૧ના જન્મેલો યુવરાજ સિંહ છેલ્લા બે વર્ષથી ટીમ ઈન્ડિયા માટે કોઈપણ ફોર્મેટમાં ક્રિકેટ રમી રહ્યો નહતો. ખરાબ ફોર્મ અને ફિટનેસને કારણે તે ટીમમાંથી બહાર હતો.

  • યુવરાજની આંતરરાષ્ટ્રીય કારકિર્દી…

ભારતના ડાબેરી બેટ્‌સમન યુવરાજ સિંઘે ૩ ઓક્ટોબર ૨૦૦૦ના રોજ નૈરોબીમાં કેન્યા સામે પોતાની વન-ડે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો જ્યારે ઓક્ટોબર ૨૦૦૩માં મોહાલી ખાતે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી મેચથી ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. યુવરાજે ૧૩ સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ ડરબનમાં સ્કોટલેન્ડ સામે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી૨૦ મેચ રમી હતી. ભારત માટે ૪૦ ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે ૧૯૦૦ રન નોંધાવ્યા છે. ટેસ્ટમાં યુવરાજે ત્રણ સદી અને ૧૧ અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેણે નવ વિકેટ ઝડપી છે. વન-ડેમાં તેણે ૩૦૪ મેચમાં ૮૭૦૧ રન ફટકાર્યા છે. જેમાં ૧૪ સદી અને ૫૨ અડધી સદી સામેલ છે. વન-ડેમાં તેના નામે ૧૧૧ વિકેટ છે. તેણે ૫૮ આંતરરાષ્ટ્રીય ટી૨૦ મેચમાં આઠ અડધી સદી સાથે ૧૧૭૭ રન નોંધાવવા ઉપરાંત ૨૮ વિકેટ પણ ઝડપી છે.

Related posts

૨૦ વર્ષનો ક્રિકેટર સમીર રિઝવી, જેને ધોનીની ટીમે ૮.૪૦ કરોડ જેટલી મોટી રકમમાં ખરીદ્યો

Charotar Sandesh

જાણો કોણે કહ્યું PM મોદી પર 72 વર્ષનો પ્રતિબંધ મૂકાવો જોઇએ

Charotar Sandesh

ન્યૂઝીલેન્ડના બેટ્‌સમેન લીઓ કાર્ટરે યુવરાજવાળી કરી, છ બોલમાં છ સિક્સર ફટકારી…

Charotar Sandesh