મુંબઈ : સિદ્ધાર્થ મલ્હોત્રા તથા રિતેશ દેશમુખની ફિલ્મ ‘મરજાવાં’ ૧૫ નવેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ત્રણ દિવસની અંદર ૨૪.૪૨ કરોડની કમાણી કરી છે. રવિવારે એટલે કે ત્રીજા દિવસે કમાણીમાં ઉછાળો જોવા મળ્યો હતો અને ફિલ્મે ૧૦.૧૮ કરોડની કમાણી કરી હતી.
‘મરજાવાં’એ શુક્રવારે ૭.૦૩ કરોડ, શનિવારે ૭.૨૧ કરોડ, રવિવારે ૧૦.૧૮ કરોજ તથા કુલ ૨૪.૪૨ કરોડની કમાણી કરી ૧૫ નવેમ્બરે જ રિલીઝ થયેલી નવાઝુદ્દિન સિદ્દીકી તથા અથિયા શેટ્ટીની ફિલ્મ ‘મોતીચૂર ચકનાચૂર’એ ત્રણ દિવસમાં ૧૫ કરોડની કમાણ કરી છે. આ ફિલ્મ ૨૦ કરોડના બજેટમાં બની છે.