કાયમ હાજરી ન આપવા અંગે રાહુલ ગાંધીએ કોર્ટમાં અરજી કરી…
સુરત : પૂર્ણેશ મોદીએ કરેલા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું કે ગુનો કબૂલ નથી. માનહાનિ કેસને લઇને આગામી 10 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરાશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે માનહાની કેસમાં કોર્ટમાં હાજર રહેવાને લઇને સુરત પહોંચ્યા હતા. માનહાનિ કેસને લઇને રાહુલ ગાંધી સેશન્સ કોર્ટમાં હાજર થયા હતા.
સુરત સેશન્સ કોર્ટમાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધી પૂર્ણેશ મોદીને મળ્યાં તેમજ તેમના વકીલ સાથે વાતચીત કરી હતી જ્યારે કાયમ હાજરી ન આપવા અંગે રાહુલ ગાંધીએ કોર્ટમાં અરજી કરી છે. આ અગાઉ પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. શહેરના અલગ-અલગ રોડ પર નેતાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. જેમાં એરપોર્ટ પર અહેમદ પટેલ, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. સુરતમાં પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કેસ કર્યો છે. જેમાં કોર્ટે રાહુલ ગાંધીને હાજર રહેવા કનિદૈ લાકિઅ સમન્સ પાઠવ્યું હતું.