મુંબઇ : ઇલિયાનાએ પહેલા એક કૉમેન્ટ કરી હતી કે એ સેક્સને ખૂબ એન્જૉય કરે છે અને સેક્સનું પ્રેમ સાથે કોઇ લેવા-દેવા નથી. હવે ઇલિયાનાએ પોતાના આ નિવેદન પર સ્પષ્ટતા આપી છે. એને શિબાની દાંડેકરના શો પર કહ્યું કે એનો કહેવાનો મતલબ કંઇક અલગ હતો.
તાજેતરમાં ઇલિયાના શિબાની દાંડેકરના શો ’ધ લવ, લાફ, લાઇવ શો’ માં પહોંચી જ્યાં એને પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના શોખ અને પર્સનલ લાઇફ માટે પણ ખુલીને વાત કરી. અહીંયા શિબાનીએ ઇલિયાનાને એને પહેલા આપેલા નિવેદન માટે પૂછ્યું જેમાં એને કહ્યું હતું કે સેક્સનો પ્રેમ સાથે કોઇ મતલબ નથી.
એના જવાબમાં ઇલિયાનાએ કહ્યું, ’કદાચ મારા નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું છે. બની શકે છે કે હું કોઇ બીજું નિવેદન આપી રહી છથું જે મને ગમ્યું છે અને એમાં કહેવામાં આવ્યું હોય કે બું સેક્સને એન્જૉય કરું છું અને હું વર્કઆઉટની જેમ લઉં છું.’ મારો અર્થ છે, મારા ખ્યાલથી તમારે સેક્સને એન્જૉય કરવું જોઇએ પરંતુ એના માટે ભાવનાઓ પણ હોવી જોઇએ.જ્યારે તમે પ્રેમમાં હોવ છો તો સેક્સ ખૂબ મજેદાર હોય છે કારણ કે એમાં બે આત્માઓ સામેલ થાય છે.