Charotar Sandesh
બોલિવૂડ

‘સૈરા નરસિમ્હા રેડ્ડી’ નું બીજુ ટ્રેલર રિલીઝ…

મુંબઈ : મહાનાયક અમિતાભ બચ્ચન અને મેગાસ્ટાર ચિરંજીવીની આગામી ફિલ્મ સૈરા નરસિમ્હા રેડ્ડીનું બીજી ટ્રેલર રિલીઝ થયું છે. આ ટ્રેલર બહુ જ દમદાર છે. અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યાની જાહેરાત થયા બાદ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. બિગ બજેટ ફિલ્મ સૈરા નરસિમ્હા રેડ્ડીનું પહેલુ ટ્રેલર આવ્યા બાદથી જ દર્શકોમાં રોમાંચક ઉત્સાહ હતો. તેઓ બીજા ટ્રેલરની રાહ જોઈને બેસ્યા હતા. જે હવે તેમને જોવા મળ્યું છે.
આ ટ્રેલરને પહેલા ટ્રેલરની જેમ એકસાથે ૫ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. યુટ્યુબ પર આ ટ્રેલર હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થયું છે. દરેક ભાષામાં ફિલ્મ પર બહુ જ મહેનત કરવામાં આવી છે. કોઈ પણ ભાષાનું ટ્રેલર જોવા પર ફિલ્મમાં ડબિંગ અને લિપ્સીંગની ખામી દેખાતી નથી.
આ ફિલ્મ એક એવા યોદ્ધા ઉય્યાલાવાદા નરસિમ્હા રેડ્ડીની કહાની છે, જેઓએ અંગ્રેજોની વિરુદ્ધ સૌથી પહેલા જંગ શરૂ કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન નરસિમ્હા રેડ્ડીના ગુરુના પાત્રમાં નજર આવશે. ફિલ્મ ૨ ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.

Related posts

પ્રોડયુસર શાહરુખ ખાનની નેટફ્લિક્સ પરની વેબ સિરીઝ ‘બેતાલ’નો ફર્સ્ટ લુક રિલીઝ…

Charotar Sandesh

જ્હાન્વી કપૂરે ‘રૂહ-અફ્ઝા’નું શૂટિંગ પૂર્ણ કર્યું…

Charotar Sandesh

મારા નિધન બાદ એકલા અભિષેકને જ પ્રોપર્ટી નહીં આપું : બીગ બી

Charotar Sandesh