લોકસભા ચૂંટણીના પરિણામોનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયુ છે ત્યારે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી પોતે પીએમ મોદી ફરી સત્તા પર ના આવે તે માટે વિપક્ષોને એક કરવા માટે સક્રિય થયા છે.
સોનિયા ગાંધીએ વિપક્ષી નેતાઓને ફોન કરીને ૨૨,૨૩ અને ૨૪ મેના રોજ દિલ્હીમાં એકઠા થવા માટે સંદેશ આપ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી કદાચ એવો સંદેશો આપવા માંગે છે કે, ચૂંટણીમાં ભલે વિરોધી પાર્ટીઓ ગઠબંધનનો હિસ્સો ના હોય પણ આપણે બધા મોદી સામે લડ્યા છે અને મોદી સામે એક છે.
કદાચ સોનિયા ગાંધી એવુ પણ દર્શાવવા માંગે છે કે, જા કોઈને સ્પષ્ઠ બહુમતિ ના મળે તેવા સંજાગોમાં કોઈ એક પાર્ટીની જગ્યાએ ગઠબંધન બનાવનારા પક્ષોને સરકાર બનાવવા માટે મોકો મળવો જાઈએ.
૨૧ મેના રોજ વિપક્ષી પાર્ટીઓએ દિલ્હીમાં બેઠક યોજવા માટે યોજના બનાવી છે. જા કોઈ પાર્ટીને ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતિ નહી મળે તો આખા દેશના રાજકીય સમીકરણો બદલાઈ જશે.
સોનિયા ગાંધી પહેલા તેલંગાણાના સીએમ કેસીઆર રાવે ગઠબંધન માટે કવાયત શરુ કરી છે. તેઓ પણ દક્ષિણના નેતાઓને મળી ચુક્્યા છે.