અમૃતસર,
સોનિયા ગાંધી કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ બન્યા છે. શનિવારે લગભગ ૧૨ કલાક ચાલેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (WC)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે પંજાબના સીએમ અમરિન્દર સિંહે આ નિર્ણયનું સ્વાગત કરતા તેને સર્વશ્રેષ્ઠ નિર્ણય ગણાવ્યો.
અમરિન્દર સિંહે ટિ્વટ કર્યું, ’સોનિયા ગાંધીજીને ફરીવાર કમાન સંભાળતા જોઇ ખુશ છું. વર્તમાન સ્થિતિમાં લેવામાં આવેલ આ સર્વશ્રેષ્ઠ નિર્ણય છે. એમનો અનુભવ અને સમજ કોંગ્રેસને યોગ્ય માર્ગ બતાવવામાં મદદ કરશે.’ ’હું તેમને અને પાર્ટીને શુભકામના પાઠવું છું.’ રાહુલ ગાંધીના રાજીનામા રાજીનામા પાછા નહીં લેવાના પોતાના વલણ પર કાયમ રહ્યા બાદ કોંગ્રેસ કાર્ય સમિતિ (WC)એ શનિવારે મોટુ પગલું ઉઠાવતા પાર્ટીની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને અંતરિમ અધ્યક્ષ નિયુક્ત કર્યા.
અમરિન્દર સિંહની પત્ની અને પટિયાલાથી સાંસદ પરનીત કોરે પણ ટિ્વટ કરતા સોનિયાને અંતરિમ અધ્યક્ષ બનાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું.