ગુજરાત-કર્ણાટક-આસામ-યુપીમાં ભાજપ શાસન- દિલ્હી-પ.બંગાળમાં ચૂંટણીનો સમય: યક્ષ પ્રશ્ન
નવી દિલ્હી : નાગરિકતા ખરડાના વિરોધમાં ગઈકાલે ભારત બંધ સમયે ફકત ભાજપ શાસનના રાજયોમાં થયેલી હિંસાએ નવો પ્રશ્ન ઉભો કર્યો છે. સોશ્યલ મીડીયાએ આ મુદો ચગાવ્યો. તોફાનોમાં ગુજરાતમાં અમદાવાદ, ઉતરપ્રદેશ, કર્ણાટક, આસામ ઉપરાંત દિલ્હી જ્યાં પોલીસ કેન્દ્રની ભાજપ સરકારની અંકુશ હેઠળ છે અને જયાં આગામી માસમાં જ ચૂંટણી આવી રહી છે ત્યાં તથા પ.બંગાળ જયાં આગામી વર્ષ ચુંટણી થવાની છે.
આ બધા સ્થળોએ સૌથી વધુ તોફાન થયા. કોંગ્રેસ શાસનના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને શિવસેના સાથેની સંયુક્ત સરકાર ધરાવતા મહારાષ્ટ્રમાં હિંસા નોંધાઈ નથી. હવે વડાપ્રધાન અંગે ભાજપના નેતાઓ મૌન છે.