Charotar Sandesh
ગુજરાત

સોસાયટીના રહીશોએ ગટરની ગંદગીથી ત્રસ્ત થઇ વડાપ્રધાન મોદીને પત્ર લખી આમંત્રણ આપ્યુ

વડોદરા,
વડોદરા શહેરના ભાયલી રોડ પર આવેલી ૧૦૦થી વધુ સોસાયટીમાં ગટરની સુવિધા ન હોવાથી સમગ્ર વિસ્તાર ગંદગીથી ખદબદે છે. જેથી કંટાળેલા રહીશોએ આજે પીએમ મોદીને પીએમ ઓનલાઇનમાં લેટર લખીને ગટ ખોદવાના કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું હતું.

વડોદરા શહેરના ભાયલી રોડ આવેલી રીવેરા-૨, નારાયણ વેસ્ટ, સીલ્વર નેસ્ટ, સોલારીઝ, શામલ સહિતની ૧૦૦થી વધુ સોસાયટીઓમાં ગટરના કનેક્શન જ આપવામાં આવ્યા નથી. શરૂઆતમાં બિલ્ડરોએ ખાળકૂવા ખોદી આપ્યા હતા. પરંતુ ખાળકૂવા ઉભરાતા હવે આ વિસ્તાર ગંદગીથી ખદબદી રહ્યો છે. લોકોને ઘરની બહાર નીકળવુ મુશ્કેલ બની ગયું છે. જેથી સોસાયટીઓના રહીશો પીએમ અને સીએમને અનેક વખત ઓનલાઇન ફરિયાદો કરી ચૂક્યા છે. આ ઉપરાંત વુડામાં પણ અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ આ સોસાયટીઓ તેમની અંડરમાં ન આવતી હોવાનું કહીને હાથ ઊંચા કરી દીધા છે. ગટરના પાણી ઉભરાતા સમગ્ર વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે.

ગંદગીથી કંટાળેલા આસપાસની ૨૦ જેટલી રહીશો આજે ભેગા થયા હતા. અને તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત દેશના પીએમ નરેન્દ્ર મોદીને ઓનલાઇન લેટર લખીને આમંત્રણ આપ્યું હતું. જેમાં રહીશોએ લખ્યું છે કે, માફી સાથે અમે તમને કહીએ છીએ કે, અમે ગટર ખોદવાના કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં તમને હાજર રહેવા માટે આમંત્રણ આપીએ છીએ.

Related posts

કચ્છમાં કરા સાથે ૨ ઈંચ વરસાદ ખાબક્યો, સૌરાષ્ટ્ર પંથકમાં ઠેરઠેર વરસાદી માહોલ…

Charotar Sandesh

આજે કોર કમિટીની બેઠકમાં નવી ગાઈડલાઈન્સ SOP જાહેર કરશે : આ કડક નિયંત્રણો લાગી શકે છે

Charotar Sandesh

અંબાજી અકસ્માત : મૃતકોના પરિવારને રૂ. ૧૦ લાખની સહાય કરવા અમિત ચાવડાની માંગ…

Charotar Sandesh