Charotar Sandesh
ઈન્ડિયા

સૌથી શક્તિશાળી પરમાણુ મિસાઇલ કે -૪ નું પરીક્ષણ કરશે ભારત…

સબમરીનથી લોન્ચ થઈ શકતી…

વિશાખાપટ્ટનમ્‌ : ભારત આ અઠવાડિયાના અંતે બંગાળની ખાડીમાં પોતાની સૌથી શક્તિશાળી પરમાણુ પ્રતિરોધખ મિસાઇલનું પરીક્ષણ કરવા તૈયાર છે. આ પરીક્ષણ દ્વારા ભારત પરમાણુ હુમલો થવાની સ્થિતિમાં તેની વળતો હુમલો કરવાની ક્ષમતા દર્શાવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે જો હવામાન સારું રહે તો સબમરીનથી લોન્ચ થઈ રહેલી દ્ભ-૪ પરમાણુ મિસાઇલનું પૂર્વ કિનારેથી પરીક્ષણ કરવાનું છે. આ મિસાઇલ અરિહંત વર્ગની પરમાણુ સબમરીન માટે બનાવવામાં આવી છે, જેમાં ૩,૫૦૦ કિ.મી. સુધીની મારક ક્ષમતા ધરાવતી આ મિસાઈલ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના વિકાસલક્ષી અજમાયશના ભાગરૂપે પાણીની અંદરની પન્ટૂન સાથે પરીક્ષણ કરવામાં આવશે.
આ પરીક્ષણ પરમાણુ ક્ષમતાથી સજ્જ મિસાઇલની કામગીરી તરફ એક મોટું પગલું હશે. નવેમ્બરની શરૂઆતમાં તેનું પરીક્ષણ કરવાની યોજના હતી, પરંતુ પૂર્વ કિનારે આવેલા બુલબુલ ચક્રવાતને કારણે રદ કરવામાં આવી હતી. કે -૪ ના અંતિમ પરીક્ષણનો પ્રયાસ ૨૦૧૭માં કરવામાં આવ્યો હતો અને તેની વિકાસ પ્રક્રિયા ઝડપી બનાવવા અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને, દેશની બીજી પરમાણુ સબમરીન આઈએનએસ અરિઘાતનું કામ પૂર્ણ થવાને આરે છે અને તે ટૂંક સમયમાં અજમાયશ માટે તૈયાર થઈ જશે.
ભારતે પહેલાંથી જ દરિયાઈ બંદરોને મિસાઇલ ટ્રાયલની તૈયારી માટે જણાવી દીધું છે. તેમ જ હિંદ મહાસાગર તરફ ૩,૦૦૦ કિલોમીટર લાંબી ફ્લાઇટ રૂટ બંધ કરવા માટે હવાઇ સૈનિકોને નોટિસ મોકલી છે. કે -૪ પ્રથમ ત્રણ પરીક્ષણોમાંથી પસાર થઈ છે અને તે એક વાસ્તવિક ગેમ ચેન્જર માનવામાં આવે છે, જે દેશને પ્રતિક્રિયા આપવાનો વિકલ્પ આપશે. આઈએનએસ અરિહંત ખાતે ભારત એક ઓપરેશનલ એસએલબીએમ (કે ૧૫) ધરાવે છે. જો કે, તેનો ફાયરપાવર ૭૫૦ કિમી છે, જે કાઉન્ટર એટેકની ધારને કાપી નાખે છે.

Related posts

દુનિયામાં દર ૧ મિનિટે ૧૧ વ્યક્તિના ભૂખમરાના કારણે મોત થાય છે ! : રિપોર્ટ

Charotar Sandesh

‘કોરોના ભયાવહ’ : સતત બીજા દિવસે ૩૪ હજારથી વધુ પોઝિટિવ કેસો…

Charotar Sandesh

દેશમાં ૧૪૨૪ કેસ, ૩૯ મોત, કેન્દ્રએ કહ્યું, સહયોગ કરો નહીં તો બધું બાતલ જશે…

Charotar Sandesh