માળિયાહાટીનામાં ૨.૨ અને જોડીયામાં ૩ની તીવ્રતાનાં ભૂકંપથી ફફડાટ…
જુનાગઢ : સૌરાષ્ટ્રના જામનગર જિલ્લા તેમજ ગીર સોમનાથ જિલ્લામાં બુધવારે ૧૧મી ડિસેમ્બરે સવારથી બપોર સુધીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના પગલે લોકોમાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે, બુધવારે સવારે ૮ઃ૩૦ વાગ્યે ૨.૨ અને ૯.૯ વાગ્યે ૧.૦ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરમાં અનુભવાયો. થોડાદિવસો બાદ તાલાળામાં ફરીથી ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય પ્રસરી ગયો છે.
બપોરે ૧૧.૧ વાગ્યે જામનગર જિલ્લાના લાલપુરમાં ૩.૦ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જ્યારે બપોરે ૧૨ઃ૪૫ વાગ્યા આસપાસ આમરણમાં પાંચ મિનિટ દરમિયાન ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. આ આંચકાથી ઘરમાં વાસણ ખખડી ગયા હતા. તેમજ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
માળિયાહાટીનામાં સવારે ૮.૩૦ વાગે ૨.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું એપીસેન્ટર તાલાલાથી ૮ કિલોમીટર દૂર નોંધાયું હતું. માળિયાહાટીના ઉપરાંત ગીર વિસ્તારના તમામ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.