Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

હવે તો ખમૈયા કરો… સર્વત્ર પ્રાર્થના : કપાસ, તલ, મગફળીનો પાક બગડવાની સ્થિતિ…

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર સતત વરસતા વરસાદના કારણે લોકો ચિંતામાં પડી ગયા છે અને હવે વરાપ નીકળે તેની રાહ જોઇ રહ્યા છે. ભારે અને અવિરત વરસાદના કારણે કપાસ, તલ, મગફળીનો પાક બગડવાની સ્થિતિ છે અને લીલો દુકાળ પડવાની શકયતા છે. ભારે વરસાદના કારણે નવરાત્રીના આયોજકો પણ ચિંતામાં કનિદૈ લાકિઅ પડી ગયા છે. કોટડાસાંગાણી પંથકમા સતત પડી રહેલા વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકશાન ખેડૂતો ચીંતામાં મુકાયા.

મોંઘા ભાવોના અને જીએસટી ભરીને જંતુનાશક દવાઓ તથા બિયારણો લઈને ખર્ચ માથે પડે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે છેલ્લા બે અઢી મહિના થી સતત વરસતાં વરસાદને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ધોરાજી તાલુકા નાં ઉમરકોટ ગામનાં ખેતરમાં પણ પાક હાલ સુકાઈ જવાં માંડયા છે જેમાં કપાસ મગફળી તલ એરંડા જેવા મુખ્ય મહામુલા પાકો બળી જવાની ભીતિ સેવાઈ રહી છે કયાંક તો તલ નો પાક તો કયાંક મગફળી પાકને ભારે નુકશાન થવા પામ્યુ છે.

Related posts

ગુજરાતમાં રાજકીય રેલીઓ બંધ નહીં કરાવી શકતી પોલીસ હવે લગ્ન સમારંભમાં ત્રાટકે છે…

Charotar Sandesh

રાજ્યમાં ૧ લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર : ચોંકાવનારા આંકડા જાહેર

Charotar Sandesh

ગુજરાત હવે તૌકતે વાવાઝોડાના ખતરાથી બહાર, કોરોનાના દર્દીઓને કોઈ નુકસાન થયુ નથી…

Charotar Sandesh