Charotar Sandesh
બોલિવૂડ

હું સીએએ-એનઆરસીનું સમર્થન નથી કરતી : પૂજા ભટ્ટ

મુંબઈ : સીએએ-એનઆરસીને લઈ દેશના ઘણા ભાગમાં વિરોધ ચાલી રહ્યો છે. આમ જનતાથી માંડી દેશના મોટા મોટા લોકોએ પર આ વાત પર ટિપ્પણી કરી છે. બોલિવૂડમાં પણ આ વાતને લઈ મે ફાટા પડી ગયા છે. કોઈએ સમર્થનમાં તો કોઈ વિરુદ્ધમાં પોતાનો મત આપી રહ્યા છે. એવામાં હવે પૂજા ભટ્ટ મેદાને આવી છે અને આ મુદ્દે બયાન આપ્યું છે. આ એ જ અભિનેત્રી છે કે જેને પોતાના સગા બાપે લિપ કિસ કરીને કહ્યું હતું કે, આ તો દીકરી છે નહીંતર ફેરા ફરવા હતા.

પૂજાનું કહેવું છે કે, એ સીએએ-એનઆરસીનું સમર્થન નથી કરતી, કારણ કે એ મારા ઘરના ભાગલા પાડી નાખે છે. પૂજાએ કહ્યું કે, હું આપણા નેતાઓને વિનંતી કરુ છું કે, દેશભરમાં જે અવાજો ઉઠી રહ્યા છે તેને સાંભળો. ભારતની મહિલાઓને, શહીન બાગ અને લખનઉની મહિલાઓનેપ. અમે ત્યાં સુધી નહીં અટકશું કે જ્યાં સુધી અમારો અવાજ સાંભળવામાં નહીં આવે.

પૂજાએ આગળ વાત કરી કે, આ મુદ્દા પર વધારે અને વધારે બોલવા માટે હું લોકોને વિનંતી કરુ છું. હું સીએએ-એનઆરસીનું સમર્થન નથી કરતી. કારણે કે આ મારા ઘરના ભાગલા પાડે છે. અભિનેત્રીએ કહ્યું કે, મતભેદ દેશભક્તિનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. સીએએ-એનઆરસી વિરોધમાં જે વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે તેનાથી આપણને એ સંદેશ મળે છે કે, હવે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.

Related posts

ઐશ્વર્યા રાય કરવા જઇ રહી છે ધમાકેદાર કમબેક, મેગા બજેટ ફિલ્મમાં કરશે ડબલ રોલ…

Charotar Sandesh

શાહિદ-મીરાને લાગ્યો ભક્તિનો રંગ…

Charotar Sandesh

બિહારના લોકો સલમાન, આલિયા અને કરણ જોહરની ફિલ્મનો કરશે બહિષ્કાર…

Charotar Sandesh