હૈદરાબાદ : તેલંગાણા સરકારે હૈદરાબાદ એન્કાઉન્ટરની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસઆઈટીનું નેતૃત્વ રાચકોન્ડા પોલીસ કમિશનર મહેશ એમ ભાગવત કરશે. સામુહિક બળાત્કાર પીડિત દિશાના ચારે આરોપીઓ પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. એ પછી એન્કાઉન્ટર પર પ્રશ્નો શરૂ થયા હતા.
એસઆઈટી આરોપીઓના મોત સાથે જોડાયેલાં તમામ પુરાવા અને સાક્ષીઓને એકઠાં કરશે. તેમજ સાક્ષીઓના નિવેદનો પણ નોંધવામાં આવશે. સાથે જ તે પોલીસ કર્મચારીઓ અગે પણ તપાસ કરશે જેની હાજરીમાં આરોપીઓના મોત નિપજ્યા હતા.
એસઆઈટી તે વાતની પણ તપાસ કરશે કઈ પરિસ્થિતિઓમાં એન્કાઉન્ટર થયું. એસઆઈટી પોતાનો રિપોર્ટ પૂરો કરી વ્હેલામાં વ્હેલી તકે સમગ્ર જાણકારી સ્થાનિક કોર્ટમાં રજૂ કરશે. આ કેસની સંવેદનશીલતાને કારણે પોલીસની સાથે તમામ સરકારી સંસ્થાઓ પણ એસઆઈટીની મદદ કરશે. ગેંગરેપ પીડિતાના ચાર આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા જે બાદ એન્કાઉન્ટરને સવાલો ઉઠી રહ્યાં છે.