હ્રિતિક રોશન અને ટાઇગર શ્રોફ સ્ટારર ‘વોર’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. આ એક્શન પેક્ડ ફિલ્મમાં બન્નેનું પાવરપેક પર્ફોર્મન્સ છે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મથી હ્રિતિક રોશન અને ટાઇગર શ્રોફ બન્ને પહેલીવાર ઓનસ્ક્રીન સાથે દેખાયા છે. ફિલ્મમાં વાણી કપૂર પણ લીડ રોલમાં છે. ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ કરતાં હ્રિતિક રોશને લખ્યું કે, ‘આ વોર જ્યારે જીતાશે ત્યારે તમને દિલાસો આપવા માટે તમારી ટીમની જરૂર પડશે.’
ટ્રેલરમાં હ્રિતિક અને ટાઇગર એકબીજાની પાછળ છે. હ્રિતિકને રોકવા ટાઇગર તેની પાછળ જાય છે. બન્નેના દિલધડક ફાઇટિંગ સીન્સ છે. ફિલ્મમાં ટાઇગર હ્રિતિકનો સ્ટુડન્ટ છે. ટ્રેલરમાં વાણી કપૂરનો ગ્લેમરસ લુક પણ જોવા મળ્યો. હવે ફિલ્મમાં જ ખબર પડશે કે લડાઈને અંતે કોણ જીતે છે? ગુરુ કે ચેલો?
‘વોર’ ફિલ્મને ‘યશ રાજ પ્રોડક્શન’ના બેનર હેઠળ પ્રોડ્યૂસ કરવામાં આવી છે. આ ફિલ્મ ૨ ઓક્ટોબરના રોજ હિન્દી, તમિળ અને તેલુગુમાં રિલીઝ થવાની છે.