Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

૧૮ સરકારી બેન્કમાં એપ્રિલ-જૂનમાં ૩૨ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસ નોંધાયા…

આરટીઆઇના પ્રશ્નના જવાબમાં આરબીઆઇએ કહ્યું…
૨,૪૮૦ કેસમાં આટલી રકમની છેતરપિંડી થઈ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં સૌથી વધુ ૧૧૯૭ કેસ…

ઇન્દોર,
ચાલુ નાણાકીય વર્ષના પહેલા ચાર મહિનામાં દેશની જાહેર ક્ષેત્રની ૧૮ બૅંકો સાથે રૂ. ૩૧,૮૯૮.૬૩ કરોડની છેતરપિંડીના ૨૪૮૦ કેસ નોંધાયા હોવાની માહિતી આરટીઆઇ દ્વારા જાણવા મળી હતી. ચન્દ્રશેખર ગૌડ નામના સમાજસેવકે રિઝર્વ બૅંક કરેલી આરટીઆઇના જવાબમાં જાણવા મળ્યું હતું કે કુલ રકમની સૌથી વધુ ૩૮ ટકા છેતરપિંડી દેશની સૌથી મોટી બૅંક સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા સાથે કરવામાં આવી હતી. સ્ટેટ બૅંક સાથે રૂ. ૧૨૦૧૨.૭૭ કરોડની છેતરપિંડીના ૧૧૯૭ કેસ નોંધાયા હતા.
ત્યાર બાદ અલાહાબાદ બૅંક સાથે રૂ. ૨૮૫૫.૪૬ કરોડની છેતરપિંડીના ૩૮૧ કેસ, પંજાબ નેશનલ બૅંક સાથે રૂ. ૨૫૨૬.૫૫ કરોડની છેતરપિંડીના ૯૯ કેસ નોંધાયા હતા. જોકે, રિઝર્વ બૅંકે જાહેર ક્ષેત્રોની બૅંકોએ કુલ કેટલા નાણાં ગુમાવ્યા એ વિશે કોઇ સ્પષ્ટતા નહોતી કરી.
બૅંક ઑફ બરોડા સાથે રૂ. ૨૨૯૭.૦૫ કરોડની છેતરપિંડીના ૭૫ કેસ, ઓરિએન્ટલ બૅંક ઑફ કોમર્સ સાથે રૂ. ૨૧૩૩.૦૮ કરોડની છેતરપિંડીના ૪૫ કેસ, કેનેરા બૅંક સાથે રૂ. ૨૦૩૫.૮૧ કરોડની છેતરપિંડીના ૬૯ કેસ, સેન્ટ્રલ બૅંક ઑફ ઇન્ડિયા સાથે રૂ. ૧૯૮૨.૨૭ કરોડની છેતરપિંડીના ૧૯૪ કેસ અને યુનાઇટેડ બૅંક ઑફ ઇન્ડિયા સાથે રૂ. ૧૧૯૬.૧૯ કરોડની છેતરપિંડીના ૩૧ કેસ નોંધાયા હતા.
એ જ રીતે, કોર્પોરેશન બૅંક સાથે રૂ. ૯૬૦.૮૦ કરોડની છેતરપિંડીના ૧૬ કેસ, ઇન્ડિયન ઑવરસીઝ બૅંક સાથે રૂ. ૯૩૪.૬૭ કરોડની છેતરપિંડીના ૪૬ કેસ, સિંડિકેટ બૅંક સાથે રૂ. ૭૯૫.૭૫ કરોડની છેતરપિંડીના ૫૪ કેસ, યુનિયન બૅંક સાથે રૂ. ૭૫૩.૩૭ કરોડની છેતરપિંડીના ૫૧ કેસ, બૅંક ઑફ ઇન્ડિયા સાથે રૂ. ૫૧૭ કરોડની છેતરપિંડીના ૪૨ કેસ અને યુકો બૅંક સાથે રૂ. ૪૭૦.૭૪ કરોડની છેતરપિંડીના ૩૪ કેસ નોંધાયા હતા.

Related posts

Breaking : અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદે આપ્યું રાજીનામું : શું ફરીથી એનસીપીમાં જોડાશે…?

Charotar Sandesh

હરિયાણામાં કિસાનો પર લાઠીચાર્જ : પોલીસે ટીયર ગેસ છોડ્યા…

Charotar Sandesh

કોરોના મહાસંક્ટ : ૨૪ કલાકમાં ફરી ૫૦ હજારની નજીક નવા કેસો, ૭૭૦ના મોત…

Charotar Sandesh