Charotar Sandesh
ગુજરાત

૨૯ ડિસેમ્બરે એક સાથે ચાર પરીક્ષાઓ, ત્રણ પરીક્ષાની તક ઉમેદવારોએ ગુમાવવી પડશે…

સરકારી ભરતીનાં અણઘડ આયોજનથી યુવાનો નિરાશ…

ગાંધીનગર : સરકારી ભરતી માટે યોજાતી પરીક્ષાઓમાં વિભાગો વચ્ચે સંકલનના અભાવને કારણે ૨૯મી ડિસેમ્બરે એક સાથે ચાર ભરતી પરીક્ષા યોજાવાની છે. જેના કારણે ચારેય પરીક્ષા માટે અરજી કરનારા લાખો યુવાનોને ભરતી પરીક્ષા માટે નિયમ મુજબ ફી ભરી હોવા છતાં કોઈ એક જ પરીક્ષાની તક મળશે જે અન્યાયકર્તા છે. ગુજરાતના મુખ્યમંત્રીને આ સંદર્ભેનો પત્ર ગુજરાત કોંગ્રેસે લખ્યો થે અને માગ કરી છે કે, યુવાનોને જુદી જુદી પરીક્ષા આપવાની તક મળવી જોઈએ.
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૨૯મી ડિસેમ્બરે કાર્યાલય અધિક્ષક અને કચેરી અધિક્ષક અને અધિક્ષકની બે પરીક્ષા લેવાશે. જેમાં ૧.૫ લાખ ઉમેદવારોએ અરજી કરી છે. આ જ દિવસે વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાશે. જેમાં ૯૪૪૬૪ ઉમેદવારોએ અરજી કરી છે. વડોદરા એમએસ યુનિવર્સિટી દ્વારા જીસ્લેટ ૨૦૧૯ની પરીક્ષા એ જ દિવસે યોજાશે.
આ ઉમેદવારો દરેક સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય છે. ગૌણ સેવા પસંદગી મંડળ અને કૃષિ યુનિવર્સિટીમાં ક્લાર્કની ભરતી માટે ફોર્મ ભરનારા ઉમેદવારો ચારમાંથી એક જ પરીક્ષા આપી શકશે. આમ બાકીની ત્રણ પરીક્ષા આફવાની તક યુવાનો ગુમાવશે. રાજ્ય સરકારના વિવિભ વિભાગોમાં એકબીજા વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ જોવા મળે છે. યુવાનોને વધુ પરીક્ષા આપવાની તક મળે તે માટે સરકારે તાત્કાલિક નિર્ણય કરવો જોઈએ અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે સંકલન કરવું જોઈએ તેવી માગણી કોંગ્રેસે કરી છે.

Related posts

ગુજરાતના નાગરિકોને PMJAY યોજના અંતર્ગત ૧૦ લાખનું વીમા કવચ આ તારીખથી મળશે

Charotar Sandesh

આત્મનિર્ભર લોન : રાજ્યમાં સુરત નંબર વન, છ મહિનામાં રૂ.૪૪૪ કરોડનું ધિરાણ થયું…

Charotar Sandesh

ધારાસભ્ય હર્ષ સંઘવીએ ‘પપ્પુ નામા’ પર રેપ સોન્ગ બનાવ્ય

Charotar Sandesh