ગાંધીનગર,
જિલ્લામાં છેલ્લાં ર વર્ષમાં રૂ.૪.૪૧ લાખ દસ્તાવેજોની નોંધણી તથા સ્ટેમ્પ ડ્યૂટીની મળી કુલ ૬૭૨.૧૭ કરોડની નોંધણીની આવક થઇ છે. આ માહિતી રાજ્યની વિધાનસભામાં બહાર આવી છે. કોઇપણ જમીન-મિલકત ખરીદવામાં કે વેચવામાં આવે ત્યારે તેની કાયદેસરની નોંધણી થાય તે જરૂરી છે.
આવી નોંધણી દ્વારા કાયદેસરની મિલકતમાં દબાણ, ભાગ, હિસ્સો ખોટી રીતે કોઇ નોંધાવી ન જાય કે પોતાનો કાયદેસરનો હક્ક અન્ય કોઇ વ્યક્તિ ખોટી રીતે છીનવી ન જાય તે રીતે સુરક્ષિત કરી શકાય છે.સમયાંતરે સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યૂટીનાં નિર્ધારીત કરેલ દરે પોતાની અસ્કયામતોની નોંધણી કરાવી પોતે જે તે મિલકતનાં કાયદેસરનાં હક્કદાર બની પોતાની મિલકત માટે નિશ્ચિત બની શકાય છે.
વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલાં લેખિત પ્રશ્નના જવાબમાં મહેસૂલપ્રધાન વતી પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૭-૧૮માં અમદાવાદ જિલ્લામાં ૨,૦૯,૭૪૭ દસ્તાવેજો, વર્ષ ૨૦૧૮-૧૯માં ૨,૩૧,૭૩૮ દસ્તાવેજો મળી કુલ ૪,૪૧,૪૮૫ દસ્તાવેજોની નોંધણી કરાવવામાં આવી છે.