Lenovoએ પોતાનો નવા સ્માર્ટફોન Lenovo Z6 Pro લોન્ચ કર્યો છે. આ ફોનની ખાસિયત એ છે કે તેને 5 કેમેરા સાથે બજારમાં ઉતારવામાં આવ્યો છે, જેમાં 4 કેમેરા રિયરમાં આપવામાં આયા છે અને એક કેમેરો ફ્રન્ટમાં આપવામાં આવ્યો છે. ફોનને કંપનીએ 6GB રેમ, 8GB રેમ અને 12GB રેમ વેરિયન્ટમાં લોન્ચ કર્યો છે. આ હેન્ડસેટને ચીનમાં એક ઈવેન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.Lenovo Z6 Proના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 6.39 ઈંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1080*2340 પિક્સલ છે. ફોનમાં સ્નેપડ્રેગન 855 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 6GB રેમની સાથે 128GB સ્ટોરેજ, 8GB રેમની સાથે 128GB સ્ટોરેજ, 8GB રેમની સાથે 256GB સ્ટોરેજ અને 12GB રેમની સાથે 512GB સ્ટોરેજ વેરિયન્ટ આપવામાં આવ્યું છે.આ વેરિયન્ટ્સની કિંમત 2899 યુઆન (આશરે 30120 રૂપિયા), 2999 યુઆન (આશરે 31160 રૂપિયા), 3799 યુઆન (આશરે 39745 રૂપિયા) અને 4999 (આશરે 51950 રૂપિયા) છે.