Charotar Sandesh
બોલિવૂડ

‘ચેહરે’નું પ્રથમ પોસ્ટર રિલીઝ, ફિલ્મ ૨૪ એપ્રિલે રજુ થશે…

મુંબઈ : અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી સ્ટારર મિસ્ટરી થ્રિલર ફિલ્મ ‘ચેહરે’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. આ સાથે જ ફિલ્મની નવી રિલીઝ ડેટ પણ અનાઉન્સ થઇ છે. અગાઉ ફિલ્મ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ રિલીઝ થવાની હતી પણ હવે ફિલ્મ આવતા વર્ષે ૨૪ એપ્રિલના રોજ રિલીઝ થશે. ‘ચેહરે’ ફિલ્મને ’ગોડ તુસ્સી ગ્રેટ હો’, ‘લાઈફ પાર્ટનર’ ફેમ ડિરેક્ટર રૂમી જાફરીએ ડિરેક્ટ કરી છે જ્યારે આનંદ પંડિત આ ફિલ્મના પ્રોડ્યૂસર છે. આ ફિલ્મથી અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી પહેલીવાર ઓન સ્ક્રીન સાથે દેખાશે.
‘ચેહરે’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ઇમરાન હાશ્મી સાથે ફિમેલ લીડ રોલમાં રિયા ચક્રવર્તી અને કૃતિ ખરબંદા જોવા મળશે. આ ફિલ્મ ટિપિકલ હીરો-હિરોઈનની સ્ટોરી નથી એટલે ફિલ્મમાં કોઈ એકબીજાની ઓપોઝિટ કાસ્ટ થયા નથી. ઉપરાંત ફિલ્મમાં અનુ કપૂર, સિદ્ધાર્થ કપૂર પણ સામેલ છે.

Related posts

અભિનેત્રી પરિણિતી ચોપડાએ અર્જુન કપૂરને લાફો માર્યો..!!

Charotar Sandesh

સંજય દત્તે પોતાના ૬૨માં જન્મદિવસ પર KGF-2નો એક ખતરનાક લૂક શેર કર્યો

Charotar Sandesh

અભિષેક બચ્ચન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ધ બિગ બુલનું ડબિંગ કરશેઃ પ્રોડ્યુસર

Charotar Sandesh