Charotar Sandesh
ગુજરાત રાજકારણ

વધુ સુનાવણી ૨૨મી એપ્રિલે હાથ ધરાશે પબુભા માણેકે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાયો

દ્વારકા વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં વિજેતા રહેલા બીજેપીના પબુભા માણેકના ફોર્મમાં ભુલ હોવાના કારણે થયેલી રીટના કારણે ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો હતો. આ મામલે પબુભાએ હાઈકોર્ટના ચુકાદાને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેની સુનાવણી ૨૨મી એપ્રિલે હાથ ધરાશે.
મળતી માહિતી પ્રમાણે મેરામણ ગોરિયાએ પણ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી કરી છે. ચુકાદો આપતા પહેલા સુપ્રીમ કોર્ટ ગોરિયાને સાંભળશે.
કોગ્રેંસના મેરામણ ગોરિયા દ્વારા કરાવેલી ઈલેકશન પિટિશનમાં એવી રજૂઆત કરી હતી કે, દ્વારકા વિધાનસભા બેઠકની ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પબુભા માણેકે પોતાનું ઉમેદવારી પત્ર ભરતી વખતે ૧૧ નંબરના કોલમમાં વિધાનસભા મતવિસ્તાર દ્વારકા અને આ મતવિસ્તારનો ક્રમાંક ૮૨ લખવું પડે તે લખ્યું જ ન હતું. એટલે કે, ઉમેદવારે પોતે કયા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેનો ઉલ્લેખ જ કર્યો ન હતો.
આમ પબુભા માણેકના ઉમેદવારી ફોર્મ ભરવામાં ગંભીર ક્ષતિ સામે આવી હતી. અરજદારપક્ષ દ્વારા આ વખતે જ તત્કાલીન ચૂંટણી અધિકારીનું તાત્કાલિક ધ્યાન દોરી પબુભા માણેકના ઉમેદવારી ફોર્મ રદ કરવા માંગણી કરાઈ હતી. ત્યારે અરજદારની રજૂઆત ધ્યાને લેવામાં આવી નહોતી.

Related posts

કોરોના કાળ વચ્ચે ૪ ઓગસ્ટથી રાજ્યની હાઈકોર્ટ સહિતની તમામ કોર્ટ શરૂ કરાશે…

Charotar Sandesh

પક્ષમાં ખોટા આક્ષેપ કરનાર નેતાઓ-કાર્યકર્તાઓ સામે શિસ્તભંગના પગલાં લેવાશે : અમિત ચાવડા

Charotar Sandesh

હીરાબાની તબિયત સુધારા પર : સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ યુએન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા

Charotar Sandesh