Charotar Sandesh
ઈન્ડિયા

મહારાષ્ટ્રમાં નવી સરકાર બનવાનું નિશ્ચિત : ઉદ્ધવ ઠાકરે બનશે મુખ્યમંત્રી…

કોંગ્રેસ-શિવસેના-એનસીપી વચ્ચે બેઠકોનો દૌર સમાપ્ત, મહાવિકાસ આઘાડી સરકાર રચાશે…

ઉદ્ધવ ઠાકરેએ પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરી-ભાજપ સાથે છેડો ફાડવાના કારણો આપી કહ્યું ભાજપે કહ્યું કંઇ અને વર્તન કર્યું કંઇ…

મુંબઇ : રાષ્ટ્રપતિ શાસન હેઠળના મહારાષ્ટ્રમાં નવી ત્રિપક્ષિય ગઠબંધન વાળી નવી સરકારનું પિંડ બંધાઇ ચૂક્યું છે. અને શિવસેનાના સુપ્રિમો ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રીપદ હેઠળ એનસીપી અને કોંગ્રેસની મહાવિકાસ અઘાડી સરકાર બનવા જઇ રહી છે. આવતીકાલે શનિવારે ત્રણેય પક્ષના નેતાઓ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળીને નવી સરકાર રચવા માટે જરૂરી તમામ બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરી હોવાના પૂરાવા આપીને તેમને સરકાર રચવાનું આમંત્રણ આપે તેવી વિનંતી કરે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોએ કહ્યુ કે નવી દિલ્હીમાં નવી સરકારના પિંડને આકાર આપ્યા બાદ હવે તેને કાર્યરત કરવાની રાજિય પ્રક્રિયા માટે તખ્તો મુંબઇ ખસેડાયો છે. કોંગ્રેસનના અહમદ પટેલ સહિતના નેતાઓ આજે મુંબઇ પહોંચ્યા હતા. જ્યાં તેઓ એનસીપીને સાથે રાખીને શિવસેનાની સાથે નવી સરકારમાં સત્તાની વહેંચણીને આખરી ઓપ આપીને રાજ્યપાલને મળવા માટેનો સમય માંગવામાં આવશે. સંભવતઃ ત્રણેય પક્ષોના નેતાઓ આવતીકાલ શનિવારે રાજ્યપાલને મળે તેમ છે. જો કે સમયનો સમગ્ર આધાર રાજભવન અને દિલ્હી પર છે.
દરમ્યાન, શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ આજે પોતાના પક્ષના ધારાસભ્યો સાથે બેઠક યોજીને ૨૫ વર્ષ જૂના ભાજપ સાથે કેમ દૂર થવુ પડ્યું તેના માહિતી અને કારણો આપીને એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને કેમ સરકાર રચવા જઇ રહ્યાં છીએ તેનાથી માહિતગાર કર્યા હોવાનું સૂત્રોએ કહ્યું હતું.

બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ’તમારે સમજવું પડશે કે અમે અમારા ૨૫ વર્ષ જુના મિત્રનો સાથ કેમ છોડી દીધો, તે અમારી સાથે જૂઠું બોલી રહ્યા હતા. તમે બધાએ જોયું છે કે તેઓએ છેલ્લા વર્ષોમાં આપણને શું કહ્યું અને આપણી સાથે શું કર્યું.
શિવસેના પ્રમુખે તેમના ધારાસભ્યો સાથે કોંગ્રેસ અને એનસીપી સાથે જવા વિશે વાત કરતાં કહ્યું કે ’હવે અમે નવા જોડાણ સાથે જઈ રહ્યા છીએ, તેમાં છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. જે આજે સાંજ સુધીમાં ફાઈનલ થઈ જશે.
જોકે, ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી તેઓ બનશે કે કોણ બનશે તેનો કોઇ ફોડ બેઠકમાં પાડ્યો નહોતો. અલબત્ત, ધારાસભ્યોની સતત માંગ છે કે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ સંભાળવું જોઈએ. જેના પર તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે તે યોગ્ય સમયે નિર્ણય લેશે.
શિવસેનાના ધારાસભ્ય જાધવે વધુમાં જણાવ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે જે કંઈપણ નિર્ણય લેશે તે તમામ ધારાસભ્યોને માન્ય રહેશે. અમે ઈચ્છીએ છે કે ઉદ્ધવજી અથવા આદિત્ય ઠાકરે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બને.

સૂત્રોના કહેવા પ્રમાણે, નવા ગઠબંધનમાં મુખ્યમંત્રી પદ શિવસેનાના ખાતામાં જઈ રહ્યું છે, કોંગ્રેસ અને એનસીપી ડેપ્યુટી સીએમપદ મેળવી શકે છે. આ સિવાય હમણાં ત્રણેય પક્ષો મંત્રાલય ઉપર મંથન કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મંત્રી પદ માટે ૧૪-૧૪-૧૪ ફોર્મ્યુલા અપનાવી શકાય છે. આ રીતે, ઠાકરે પરિવાર મહારાષ્ટ્રના રાજકારણમાં હવે કિંગમેકરને બદલે કિંગ બનવા જઇ રહ્યો છે. શરદ પવાર જેવા રાજકારણીઓ સાથે સરકારને સુમેળમાં રાખવું અને ભાજપ જેવા મજબૂત વિરોધને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરેના માથા પર કાંટાળા તાજથી ઓછુ નહીં હોય!
મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાનીવાળી સરકાર બનાવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. શિવસેનાએ આદિત્ય ઠાકરેને આગળ વધારીને ચૂંટણી લડી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ભાજપ સાથેના સંબંધના અંત પછી શિવસેના હવે તેના રાજકીય વિરોધી પક્ષો – કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી રહી છે. આ રીતે, ઠાકરે પરિવાર મહારાષ્ટ્રના રાજકારણમાં કિંગમેકરને બદલે રાજા બનવા જઇ રહ્યો છે. શરદ પવાર જેવા રાજકારણીઓ સાથે સરકારને સુમેળમાં રાખવું અને ભાજપ જેવા મજબૂત વિરોધને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરેના માથા પર કાંટાના તાજથી ઓછા નહીં હોય!

Related posts

મુખ્ય પ્રધાન નીતીશ કુમાર જ હશે, તેમાં કોઇ શંકા નથી : સુશીલ મોદી

Charotar Sandesh

આનંદો : આગામી ૪૮ કલાકમાં ચોમાસું કેરળમાં એન્ટ્રી કરશે…

Charotar Sandesh

હોલમાર્ક યુનિક IDના અવ્યવહારુ અમલ સામે જ્વેલર્સની સોમવારે એક દિવસની હડતાળ

Charotar Sandesh