Charotar Sandesh
સ્પોર્ટ્સ

હૈદરાબાદમાં દુષ્કર્મ કેસ : ભારતીય ક્રિકેટરોએ ટિ્‌વટ કરી રોષ ઠાલવ્યો…

ન્યુ દિલ્હી : હૈદરાબાદમાં તબીબની સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલે સમગ્ર દેશ ગુસ્સામાં છે. ત્યારે ફિલ્મ જગતની હસ્તીઓની પ્રતિક્રિયા બાદ હવે ક્રિકેટર્સે મહિલા તબીબની સાથે થયેલી હેવાનિયત પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

વિરાટ કોહલી :
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આ ઘટનાને શરમજનક ગણાવી છે. કોહલીએ તેમના ટ્‌વીટર હેન્ડલ પર લખ્યું કે હૈદરાબાદમાં જે કઈ થયું તે ખુબ જ શરમજનક હતું. આ સમય છે કે એક સમાજ તરીકે, પરિવર્તન લાવવું અને આ અમાનવીય દુર્ઘટનાઓનો અંત લાવવો.

શિખર ધવન :
ત્યારે શિખર ધવને લખ્યું કે આ ખુબ જ દર્દનાક સમાચાર છે. આ સાંભળીને હું ચોંકી ઉઠ્યો અને નિરાશ છું. ગુનેગારોને સજા મળવી જોઈએ. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના છે.

ગૌતમ ગંભીર :
પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પોતાની પ્રતિક્રિયા આપતા મહિલા તબીબને ન્યાય અપાવવા અને આરોપીની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

Related posts

પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની વન-ડે, ટેસ્ટ સિરિઝ સ્થગિત…

Charotar Sandesh

હાર્દિક-કૃણાલ પીપીઈ કિટમાં દેખાયા : આઇપીએલ માટે મુંબઇ-સીએસકે યૂએઇ જવા રવાના…

Charotar Sandesh

પ્રેક્ટિસ મેચ છોડીને રોહિત-રહાણે ભારત-શ્રીલંકાની મેચ જોતા જોવા મળ્યા

Charotar Sandesh