મેલબર્ન : ડેવિડ વોર્નરે વેસ્ટઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી બ્રાયન લારા સાથે મુલાકાત કરી છે. વોર્નરે હાલમાં જ પાકિસ્તાન વિરૂદ્ધ ૩૩૫ રનની અણનમ મેચ રમ્યો. હવે લારા પાસેથી મળ્યા પછી આશા દર્શાવવામાં આવી રહી છે કે આ દિગ્ગજનો રેકોર્ડ તે તોડી નાખશે. બુધવારે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં કૈરેબીયાઈ દિગ્ગજ લારાની સાથે ડેવિડ વોર્નર છે. કેપ્શનમાં લખ્યુ છે કે દિગ્ગજ સાથે મળવાનુ ખુબજ સુખદ રહ્યુ. ૪૦૦ રન સુધી પહોંચવા માટે એક દિવસ ફરી મને એક નવો મોકો મળશે.
ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર ટેસ્ટ ક્રિકેટમાં વેસ્ટઈન્ડિઝના બ્રાયન લારાનો એક ઈનીંગમાં સૌથી વધારે રનનો રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગયા હતા, પણ કેપ્ટન ટિમ પેન દ્વારા પારી ઘોષિત કરવાથી વોર્નર ઇતિહાસ રચવાથી ચુકી ગયા. લારા આ વાતથી ખુબજ નિરાશ થયો છે કે વોર્નર તેના રેકોર્ડને તોડવાથી વંચિત રહી ગયો.
વેસ્ટઈન્ડીઝના મહાન બેટ્સમેન લારાએ ખુલાસો કર્યો હતો કે જો ડેવિડ વોર્નર ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક વ્યક્તિગત સ્કોર પર તેનો રેકોર્ડ તોડી નાખત તો સૌથી વધારે તેને ખુશી મળી હોત. તેણે તો આ ખેલાડીને શુભેચ્છાઓ આપવાની તૈયારી કરી લીધી હતી.