Charotar Sandesh
ગુજરાત

સોમવારથી વિધાનસભાનું સત્ર તોફાની બનશે, અનેક મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે…

૯થી ૧૨ ડિસેમ્બર સુધી વિધાનસભાનું ટૂંકુ સત્ર મળશે…

અમદાવાદ : સોમવારથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ટૂંકુ સત્ર મળી રહ્યું છે. આ સત્રમાં ગુજરાતના વિવિધ પ્રશ્નો અંગે સરકારને ઘેરવા માટે વિરોધપક્ષના ધારાસભ્યોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે તો બીજી બાજુ ગુજરાતના વિકાસ અંગેની વાતો વિધાનસભા ગૃહમાં રજૂ કરવા સત્તાધારી પક્ષે પણ કમરકસી છે. સૌથી મહત્વપૂર્ણ બિનસચિવાલય પરીક્ષા મામલે વિરોધપક્ષે વિધાનસભાનો ઘેરાવ કરવા અને વિધાનસભામાં અવાજ ઉઠાવવાનો નિર્ણય જાહેર કર્યો છે ત્યારે આ સત્રમાં આ મુદ્દે ધમાલ થવાની શક્યતા છે. વિધાનસભા સત્ર અગાઉ કામકાજ સમિતિની બેઠક મળી હતી.

આ ઉપરાંત વિધાનસભામાં રાજકોટ, વડોદરા અને સુરતમાં થયેલા દુષ્કર્મ કેસો અને બિન સચિવાલયની પરીક્ષા રદ કરવા અંગે વિરોધપક્ષ સરકારને ઘેરે એવી શક્યતા છે. તેની સાથે સાથે કમોસમી વરસાદને કારણે રાજ્યના ખેડૂતોને નિષ્ફળ ગયેલા ઉભા પાકનો અને રાજ્યમાં વધી રહેલા અકસ્માતોનો મુદ્દો પણ સત્રમાં ઉઠી શકે છે.

સત્રના પ્રથમ દિવસે પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખને શોકાંજલિ આપવામાં આવશે. તેમજ બીજી બેઠકમાં ૨૬ નવેમ્બરને બંધારણિય દિવસ તરીકે ઉજવવા માટેનો ઠરાવ પસાર કરાવવામાં આવશે. તેમજ ૧૦મી નવેમ્બરના રોજ કેટલાક બિલ ચર્ચા અને વોટિંગ માટે રજૂ કરવામાં આવશે.

Related posts

બેન્કે ભૂલથી યુવકના ખાતામાં જમા કર્યા હજારો કરોડ રૂપિયા : યુવકે શેરબજારમાં રોકાણ કરી લાખોની કમાણી

Charotar Sandesh

લોકડાઉનથી અન્ય રાજ્યોમાંથી આવતા શાકભાજીની આવક ઘટી, લીંબુ-આદુ મોંઘા થયા…

Charotar Sandesh

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતના પ્રવાસે, મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરશે…

Charotar Sandesh