Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : CAAના નવા કાયદાને સમર્થન કરવા વિશાળ રેલી યોજાઈ : મોટી સંખ્યામાં લોકો જોડાયા…

નાગરિક સમર્થન સમિતિના નેજા હેઠળ નવા કાયદાને સમર્થન કરવા આણંદ અને નડિયાદમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ…

આણંદ : કેન્દ્ર સરકાર દ્વારા એન.આર.સી અને સી.એ.એનો કાયદો અમલમાં મૂકયા બાદ દેશના કેટલાક રાજયો, સ્થળોએ તેનોે વિરોધ થઇ રહ્યા છે. તો વિવિધ રાજયોમાં તેને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. આ કાયદા મામલે સમર્થકો અને વિરોધીઓ એમ બે ભાગમાં દશ વહેચાઇ ગયો છે. આણંદ અને ખેડા જિલ્લામાં નાગરિક સમર્થન સમિતિના નેજા હેઠળ નવા કાયદાને સમર્થન કરવા આણંદ અને નડિયાદમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ.

આજે તા.૨૪ ડિસેમ્બર, મંગળવારે બપોરે રથી ૪ કલાક દરમ્યાન આણંદમાં શ્રી બેઠક મંદિર, નવા બસ સ્ટેન્ડ સામે ધરણાં અને ૪થી ૬ કલાક દરમ્યાન વિશાળ જનસમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યુ. નડિયાદમાં સુપ્રસિધ્ધ શ્રી સંતરામ મંદિરથી બપોરે ૨ કલાકે રેલીનું પ્રસ્થાન થઈ હતી. રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની એકત્ર કરવા માટે સોશીયલ મિડિયામાં તેનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો હતો.

રાષ્ટ્રહિતમાં કેન્દ્ર સરકાર દ્વારા નાગરિક સંશોધન કાયદો સંસદમાં પસાર કરાયો છે. આણંદ, ખેડા જિલ્લો સરકારના કાયદાનું સમર્થન કરે છે અને એ માટે રેલી, ધરણાંના કરાયેલ આયોજનમંાં સૌને જોડાવવા સોશિયલ મીડિયામંા જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો હતો.

આ રેલીમાં શ્રી ગોરધનભાઈ ઝડફિયા, પ્રભારી શ્રી અમિતભાઈ શાહ, રાજ્ય સભાના સાંસદ શ્રી લાલસિંહ વડોદિયાજી, પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઇ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં તબીબી ડોક્ટર્સ, વકીલો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, ધાર્મિક આગેવાનો તથા જાહેર જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી CAA ને જંગી સમર્થન આપ્યું હતું.

Related posts

આણંદ : લાંભવેલ રોડ ઉપર ૪૬ લાખની લૂંટ કરી આરોપીઓ ફરાર : પોલીસ તપાસ શરૂ…

Charotar Sandesh

પેટલાદના સુણાવ ગામની સ્કૂલમાં ૪ શિક્ષિકાઓ શંકાસ્પદ કોરોનાની ચપેટમાં આવતાં ૧૫ દિવસ માટે સ્કૂલ બંધ કરાઈ

Charotar Sandesh

આણંદ જિલ્‍લામાં ૬૫,૬૭૨ ગંગા સ્‍વરૂપા બહેનોને બે માસની સહાય પેટે રૂા. ૧૭.૨૮ કરોડની સહાય ચૂકવાઈ

Charotar Sandesh