Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં નલિયા ૫.૨ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેરઃ ઠંડીથી લોકો ત્રાહિમામ્‌

સમગ્ર જિલ્લામાં સરેરાશ ૫થી ૧૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહયો છે…

ગાંધીનગર : ઠંડીની તીવ્રતા એકાએક વધી ગઈ છે. તાપમાનનો પારો ત્રણથી ચાર ડિગ્રી ગગડીને નીચે ઉતરી ગયો છે. જેથી ઠંડા પવનના મારથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આજે સવારે નલિયામાં ૪ ડિગ્રી નીચે ઊતરી ૫.૨ ડિગ્રીના આંકડામાં પારો પહોંચી ગયો છે.

કચ્છમાં છેલ્લા બે દિવસથી ધીમે-ધીમે ઠંડી જોર પકડી રહી હતી. આજે સવારે ચાર ડિગ્રીનો ફેરફાર થયો હતો. ઠંડા પવન સાથે ઠંડીની અસરથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીની અસરથી સ્વયંભૂ કર્ફ્યું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઠંડીની અસર કાંઠાળા વિસ્તારના ગામો તેમજ ઝુંપડપટ્ટી વિસ્તારમાં વધુ જોવા મળે છે. ઠંડીએ અબાલવૃદ્ધ સૌને તો પોતાની ઝપેટમાં લીધા છે, તો મુંગાં પશુઓની હાલત પણ કફોડી બની છે.

જિલ્લા મથક ભુજમાં આજે સવારે ૧૦ ડિગ્રી ઠંડી નોંધાઈ છે. જે ગઈકાલે ૧૧ ડિગ્રી હતી. સમગ્ર જિલ્લામાં સરેરાશ ૫થી ૧૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહયો છે. જેના કારણે દિવસના ભાગે પણ ઠંડક અનુભવાઇ રહી છે. હવામાન વિભાગે પારો ગગડવા સાથે ઠંડીનો દોર જારી રહેવાની આગાહી કરી છે.

Related posts

યસ બેંકના એટીએમ બહાર પૈસા ઉપાડવા લાઈન લાગી, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો…

Charotar Sandesh

મોંઘવારીનો માર : સીંગતેલમાં ૭૦ અને કપાસિયા તેલમાં ૧૧૦ રૂપિયાનો વધારો

Charotar Sandesh

૨૯ ડિસેમ્બરે એક સાથે ચાર પરીક્ષાઓ, ત્રણ પરીક્ષાની તક ઉમેદવારોએ ગુમાવવી પડશે…

Charotar Sandesh