Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારતીય ટીમનું જાન્યુઆરી મહિનાનું શિડયુલ જાહેર, કુલ ૧૦ મેચ રમશે…

૨૦૨૦ની પહેલી મેચ ભારત ૫ જાન્યુઆરીના રોજ શ્રીલંકાની સામે રમશે…

ન્યુ દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ માટે ૨૦૧૯ સૌથી શ્રેષ્ઠ સાબિત થયું છે. ભારતીય ટીમે આ વર્ષે સૌથી વધુ વનડે મેચમાં જીત મેળવી છે. ટેસ્ટ ક્રિકેટમાં તે અજેય રહી અને ટી૨૦માં ટેસ્ટ ટીમોમાં સૌથી વધુ જીત મેળવી છે. હવે ૨૦૨૦ શરૂ થઈ ચૂક્યું છે. આ વર્ષે ભારતીય ટીમનો કાર્યક્રમ એકદમ બિઝી છે. તેની પહેલી ઝલક જાન્યુઆરીમાં જ જોવા મળે છે. ભારતીય ટીમ આ મહિનામાં ત્રણ ટીમોની સામે કુલ ૧૦ મેચ રમશે.

ભારતીય ટીમ ૨૦૨૦ની પહેલી મેચ ૫ જાન્યુઆરીના રોજ શ્રીલંકાની સામે રમશે. આ મેચ ગુવાહાટીમાં ખેલાશે. તેના બાદ ભારત અને શ્રીલંકાની ટીમ ૭ જાન્યુઆરીના રોજ ઈન્દોરમાં અને ૧૦ જાન્યુઆરીના રોજ પૂણેમાં ટકરાશે.
ભારતીય ક્રિકેટ ટીમનો કાર્યક્રમ આમ તો વર્ષોથી વ્યસ્ત રહ્યો છે. પરંતુ એવુ ઓછું જ થયું છે કે, એક મહિનામાં ત્રણ અલગ અલગ દેશોની સાથે સીરીઝ રમાશે. જોકે, આ વર્ષે આવું થવા જઈ રહ્યું છે.

શ્રીલંકા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચ વનડે સીરીઝ રમશે. આ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત આવશે. આ સીરિઝ બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ જશે. ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ મુલાકાતમાં ૫ ટી૨૦ મેચ, ૩ વનડે મેચ અને ૨ ટેસ્ટ મેચ રમશે. આ સીરિઝની પહેલી ચાર મેચ જાન્યુઆરીમાં રમાશે.

ભારતીય ક્રિકેટ ટીમનો જાન્યુઆરીનો કાર્યક્રમ…
૫ જાન્યુઆરી : ભારત-શ્રીલંકા, પહેલી ટી૨૦ (ગુવાહાટી)
૭ જાન્યુઆરી : ભારત-શ્રીલંકા, બીજી ટી૨૦ (ઈન્દોર)
૧૦ જાન્યુઆરી : ભારત-શ્રીલંકા, ત્રીજી ટી૨૦ (પૂણે)
૧૪ જાન્યુઆરી : ભારત-ઓસ્ટ્રેલિયા, પહેલી વનડે (મુંબઈ)
૧૭ જાન્યુઆરી : ભારત-ઓસ્ટ્રેલિયા, બીજી વનડે (રાજકોટ)
૧૯ જાન્યુઆરી : ભારત-ઓસ્ટ્રેલિયા, ત્રીજી વનડે(બેંગલુરુ)
૨૪ જાન્યુઆરી : ભારત-ન્યૂઝીલેન્ડ, પહેલી ટી૨૦ (ઓકલેન્ડ)
૬ જાન્યુઆરી : ભારત-ન્યૂઝીલેન્ડ, બીજી ટી ૨૦ (ઓકલેન્ડ)
૨૯ જાન્યુઆરી : ભારત-ન્યૂઝીલેન્ડ, ત્રીજી ટી૨૦ (હેમિલ્ટન)
૩૧ જાન્યુઆરી : ભારત-ન્યૂઝીલેન્ડ, ચોથી ટી૨૦ (વેલિંગ્ટન)

Related posts

રણજી ટ્રોફી : કર્ણાટકને ૧૭૪ રને હરાવી બંગાળનો ફાઈનલમાં પ્રવેશ…

Charotar Sandesh

સૌથી ઝડપી ૪,૦૦૦ રન અને ૧૫૦ વિકેટ લેનાર બીજો ખેલાડી બન્યો સ્ટોક્સ

Charotar Sandesh

ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંહનું ૯૧ વર્ષની વયે કોરોનાથી નિધન…

Charotar Sandesh