મુંબઈ : અભિનેતા અભિષેક બચ્ચને ગુરૂવારે આગામી ફિલ્મ ‘ધ બિગ બુલ’ માંથી તેના પહેલા લુકની ઝલક શેર કરી છે. આ ફિલ્મ ૧૯૯૨ ના ભારતના સૌથી મોટા સિક્યોરિટીઝ સ્કેમ્સ પર આધારિત છે. અભિનેતાએ તેના ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર ફિલ્મની એક ઝલક શેર કરી હતી.
આ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જે ભારતીય શેરબ્રોકર હર્ષદ મહેતાના જીવન પર આધારિત છે. તો આ ફિલ્મ વાર્તા ૧૯૯૦થી ૨૦૦૦ની વચ્ચે ભારતીય નાણાકીય બજારની વાસ્તવિક જીવનની ઘટનાઓ વર્ણવશે.
આ ફિલ્મ અજય દેવગણ અને આનંદ પંડિત, ઇલિયાના ડિક્રુઝ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બીગ બુલ ઉપરાંત જુનિયર બચ્ચન પણ અનુરાગ બાસુની લુડોમાં જોવા મળશે.