Charotar Sandesh
વર્લ્ડ

ઈરાનને શાંતિની અપીલ કરી ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજા વિશ્વયુદ્ઘની શકયતા ટાળી…

ટ્રમ્પે કહ્યું કે, અમે ઈરાનના હુમલાનો જવાબ આપવાને બદલે કોઈ બીજા વિકલ્પ વિશે વિચારી રહ્યા છીએ, ઈરાન પર આર્થિક પ્રતિબંધ લાદીને દંડ કરીશું…

USA : કુધ્સ ફાર્સના પ્રુમખ મેજર જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાન સાથે વધેલા વિવાદ અને તણાવની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ બુધવારે રાષ્ટ્રને સંબોધિત કર્યું. વ્હાઇટ હાઉસથી જયારે ટ્રમ્પે સંબોધન શરૂ કર્યું તો એવું લાગ્યું કે તેઓ ઈરાનને લઈ મોટી જાહેરાત કરી શકે છે. જોકે, એવું કંઈ જ ન થયું. સંબોધન દરમિયાન ટ્રમ્પ ખૂબ શાંત દેખાયા. તેઓએ ઈરાનની સાથે શાંતિની રજૂઆત કરીને દરેકને આશ્ચર્યમાં મૂકી દીધા.

ટ્રમ્પે કહ્યું કે, અમે ઈરાનના હુમલાનો જવાબ આપવાને બદલે કોઈ બીજા વિકલ્પ વિશે વિચારી રહ્યા છીએ. ઈરાન પર આર્થિક પ્રતિબંધ લાદીને દંડ કરીશું. ટ્રમ્પના આ નિવેદનથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ત્રીજા વિશ્વયુદ્ઘની ચર્ચા હાલ શાંત થઈ ગઈ છે. ટ્રમ્પના આ નિવેદનને પશ્યિમ એશિયામાં તણાવ ઓછો કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

  • Naren Patel

Related posts

અમેરિકામાં ૨૪ કલાકમાં કોરોનાના અધધ…. ૮૪,૦૦૦ પોઝિટિવ કેસ…

Charotar Sandesh

આફ્રીકી દેશ પહેલાથી દેવાના સંકટમાં, વિશ્વ બેંકે દુનિયાભરની સરકારોને ચેતવી દુનિયાના આઠ દેશ ચીનથી લીધેલા ઋણના સંકટમાં ફસાઈને બરબાદ થઈ શકે આભાર – નિહારીકા રવિયા

Charotar Sandesh

કોવિડ-૧૯ વેક્સીનની ટ્રાયલ બીજા ફેઝમાં, બાળકો અને વૃદ્ધોમાં થશે તપાસ…

Charotar Sandesh