Charotar Sandesh
ગુજરાત

આગામી ૪૮ કલાક સુધી ઠંડીનું જોર યથાવત્‌ રહેવાની હવામાન વિભાગની આગાહી…

નલિયામાં તાપમાનનો પારો ૫ ડિગ્રી સુધી ગગડ્યો…

અમદાવાદ : ઉત્તર ભારતમાં પડી રહેલી ભારે હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. સતત બે દિવસ ઠંડીમાં જોવા મળેલી રાહત બાદ ઉત્તરાયણની મજાન માણતાં લોકોને ગઇકાલે સાંજે ઠંડીમાં ઠૂઠવાયેલા જોવા મળ્યાં હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ ઠંડીનું જોર યથાવત્‌ રહેશે.
રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ઉત્તર ભારત તરફથી વહેતા ઠંડા પવનોએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. આ ઠંડા પવનોના કારણે નલિયા ફરી એકવાર ઠંડુગાર થઈ ગયું છે. નલિયામાં પારો ૫ ડિગ્રી સુધી ગગડી ગયો છે.
જેના કારણે નલિયાવાસીઓને બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. બીજી તરફ ડીસામાં પણ પારો ૮ ડિગ્રી સુધી ગગડ્યો છે. જ્યારે ભુજ, ઈડર, અને રાજકોટમાં પારો ૯-૯ ડિગ્રી સુધી ગગડ્યો છે.
જ્યારે અમરેલી અને કંડલામાં ૧૦ ડિગ્રી, અમદાવાદ અને પોરબંદરમાં ૧૧ ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડ્યો છે. ઠંડીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

Related posts

કર્મચારી અને પેન્શનરોની રક્ષાબંધન સુધરી… ૧૨ ટકા મોંઘવારી ભથ્થુ મળશે…

Charotar Sandesh

રાજ્યમાં કર્મચારી આંદોલનો વચ્ચે હવે વિરોધ પક્ષ નેતાઓ પ્રિયંકા ગાંધી, કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે આવશે

Charotar Sandesh

રાજ્યમાં આગામી વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ ૧૨૫ સીટ જીતશે : કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોર

Charotar Sandesh