Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

વધારા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સ 39100ના સ્તર પર

અઠવાડિયાના ચોથા કારોબારી દિવસે ભારતીય શેર બજાર ફરી એકવાર વધારા સાથે ખુલ્યું. સેન્સેક્સની શરૂઆત 48 અંકોની મજબૂતી સાથે 39 હજાર 102 પર જ્યારે નિફ્ટી 10 અંકોના વધારા સાથે 11 હજાર 35ના સ્તર પર થઈ. આ અગાઉ બુધવારે સેન્સેક્સ 490 અંકોના વધારા સાથે 39055ના સ્તર પર બંધ થયું. જ્યારે નિફ્ટી 150 અંકોના રેકોર્ડ વધારા સાથે 77125ના સ્તરને પાર કરી ગયું. બુધવારે સેન્સેક્સના કુલ વધારામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, HDFC અને HDFC બેંકનું યોગદાન લગભગ અડધા જેટલું રહ્યું.

શરૂઆતના વ્યવસાય દરમિયાન સેન્સેક્સની કંપનીઓમાં Yes બેંકમાં 3.20 ટકાનો લાભ રહ્યો. તેમજ L&T, પાવર ગ્રિડ. સનફાર્મા, Bharti Airtel, HDFC, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર પણ વધારામાં વ્યવસાય કરતા દેખાયા હતા, તો બીજી તરફ Maruti, Infosys, ONGC અને વેદાંતાના શેર લાલ નિશાન પર વ્યવસાય કરી રહ્યા હતા.

રૂપિયાની વાત કરીએ તો ગુરુવારે કારોબારમાં 13 પૈસા નરમ થઈને 70 રૂપિયા પ્રતિ ડૉલરના ભાવ પર ખુલ્યો. આ અગાઉ બુધવારે અમેરિકી મુદ્રાની સરખામણીમાં રૂપિયો 24 પૈસા તૂટીને પ્રતિ ડૉલર 69.86 પર બંધ થયો. રૂપિયો દિવસમાં એક સમયે ચાર મહિનાના નિમ્ન સ્તર 69.97 પ્રતિ ડૉલર પર પહોંચી ગયો હતો.

Related posts

સૂર્યપ્રકોપ..!! વિશ્વનાં સૌથી ૧૫ ગરમ સ્થળોમાં આઠ ભારતમાં નોંધાયા…

Charotar Sandesh

આ વખતે ભારતની મક્કમતાથી ચીન ફફડી ગયું છે : ભાગવત

Charotar Sandesh

ખાનગી હૉસ્પિટલોએ કોરોના સેન્ટર દત્તક લે : ઉદ્ધવ ઠાકરે કરી અપીલ…

Charotar Sandesh