IPL 2019ની દરેક મેચ રોમાંચથી ભરપૂર બની રહી છે, જેમ જેમ સીઝન આગળ વધી રહી છે તેમ તેમ ઘણાં રેકોર્ડ તૂટી રહ્યાં છે તો કેટલાક નવા રેકોર્ડ બની રહ્યાં છે. આવો જ એક રેકોર્ડ કોલકાત્તા અને રાજસ્થાન વચ્ચેની મેચમાં બન્યો જ્યારે KKR ના કેપ્ટન દિનેશ કાર્તિકે પોતાની બેટિંગથી બધાનું દિલ જીતી લીધું.
રાજસ્થાન સામે દિનેશ કાર્તિકે માત્ર 50 બોલમાં 97 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગ સાથે દિનેશ કાર્તિકે એક મહત્વના રેકોર્ડમાં પોતાનું નામ સામેલ કરાવ્યું છે.
દિનેશ કાર્તિક KKR તરફથી સૌથી મોટો સ્કોર કરવા મામલે બીજા સ્થાને પહોંચ્યો છે. પહેલા નંબર પર બ્રેન્ડન મેક્કુલમ છે જેને IPL ઇતિહાસની પહેલી મેચમાં જ 158 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.આ ઇનિંગ બાદ KKR તરફથી રમતો કોઇ પણ ખેલાડી 100ના આંકડાને પાર કરી શક્યો નથી. દિનેશ કાર્તિક પાસે રાજસ્થાન સામે મોકો હતો પરંતુ તે માત્ર 3 રનથી આ મુકામ પર પહોંચવામાં રહી ગયો હતો.