લોકસભા ચૂંટણીમાં ચોથા ચરણમાં 9 રાજ્યોની 72 બેઠકો પર આજે મતદાન થઇ રહ્યું છે. ગત વખતની જેમ આ વખતે પણ પ.બંગાળમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. બંગાળના આસનસોલમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોની કાર પર કેટલાક લોકોએ હુમલો કરી દીધો હતો જેમાં તેમની કારના કાચ તૂટ્યા હતા. જો કે આ મામલે કોઇને ઇજા થવાના અહેવાલ મળ્યા નથી. અહીંથી બાબુલ સુપ્રિમો અને મુનમુન સેન સામસામે થઇ રહ્યાં છે. પ.બંગાળમાં ભારે મતદાન થઇ રહ્યું છે અને 11 વાગ્યા સુધીમાં 34 % મતદાન નોંધાયું છે.