Charotar Sandesh
ઈન્ડિયા

રેકોર્ડ ટાઈમમાં નિર્ભયા કેસ સોલ્વ કરનારી IPS છાયા શર્મા USમાં સન્માનિત

વર્ષ 2012માં દિલ્હીના ચર્ચિત નિર્ભયા ગેંગરેપ કેસને રેકોર્ડ ટાઈમમાં સોલ્વ કરનારી IPS ઓફિસર છાયા શર્માને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીએ મેક્કેન ઈન્ટીટ્યુટ ફોર ઈન્ટરનેશનલ લીડરશિપ-2019થી સન્માનિત કર્યા છે. આ સન્માન સાહસિક લીડરશિપ સાથે સંકળાયેલા કામો માટે આપવામાં આવે છે. 2015માં શાંતિ નોબલ પુરસ્કાર જીતનારી મલાલા યુસુફઝઈને પણ આ એવોર્ડ આપવામાં આવી ચુક્યો છે.

2012માં સામે આવેલી નિર્ભયા ગેંગરેપની ઘટનાના સમયે છાયા શર્મા દક્ષિણી દિલ્હીના DCP હતા. આ અંગે મોટાભાગના લોકોનું કહેવું છે કે, જો મહિલા DCP હોસ્પિટલ પહોંચનારી પહેલી વ્યક્તિ ના હોત અને પીડિતાને જોવાનો મોકો તેમને ના મળ્યો હોત તો અપરાધીઓને પકડવા સરળ ના હોત. જણાવી દઈએ કે, છાયા અને તેમની ટીમે આ ગેંગરેપમાં સામેલ તમામ દોષીઓને 5 દિવસની અંદર ઝડપી પાડ્યા હતા.

આ અંગે છાયા શર્માએ જણાવ્યું હતું કે, મને નથી ખબર કે જો આ કેસને એક પુરુષ DCP હેન્ડલ કરતે તો કંઈક અલગ હોત કે નહીં. હું આ અંગે કંઈ કહી ના શકું. આ બધું તેની સંવેદનશીલતા પર નિર્ભર કરે છે, ભલે તે પુરુષ હોય કે પછી મહિલા. છાયાની ટીમના જણાવ્યા અનુસાર, કેસની તપાસ દરમિયાન છાયા પોતે અને તેમની ટીમનો એકપણ સભ્ય ઘરે નથી ગયા. ઘરે ન જવાનો આ સિલસિલો 6 દિવસ સુધી ચાલતો રહ્યો કે જ્યાં સુધી તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં ન આવી.

Related posts

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩.૫૪ લાખ નવા કેસ, ૨૮૦૦થી વધુના મોત…

Charotar Sandesh

મુકેશ-નીતા અંબાણી બન્યા દાદા-દાદી : આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના ઘરે પુત્રનો જન્મ…

Charotar Sandesh

મોબ લિન્ચિંગઃ ૪૯ ફિલ્મ જગતની હસ્તીઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો…

Charotar Sandesh