રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે કહ્યું હતું કે, 2014માં અને ત્યારબાદ દેશની બહાર સોનું મોકલવામાં આવ્યું નથી. RBI એ આ ખુલાસો કેટલાક પ્રિન્ટ અને સોશિયલ મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો બાદ આપ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2014માં કેન્દ્રીય બેંકોએ પોતાની ગોલ્ડ હોલ્ડિંગ્સનો એક મોટો હિસ્સો વિદેશમાં શિફ્ટ કર્યો છે.
RBI ના એક નિવેદન મુજબ, દુનિયાભરના કેન્દ્રીય બેંકો દ્વારા પોતાના ગોલ્ડ બીજા દેશોના સેન્ટ્રલ બેંક જેવા કે બેંક ઓફ ઇંગ્લેન્ડ પાસે સુરક્ષિત કસ્ટડી માટે રાખવું એક સામાન્ય વાત છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2014 કે ત્યારબાદ ભારતે RBI દ્વારા બીજા દેશોમાં ગોલ્ડ શિફ્ટ નથી કર્યું. આ બાબતે જે મીડિયા રિપોર્ટ ચાલી રહી છે તે તથ્યાત્મક રીતે સંપૂર્ણ ખોટા છે.
કોંગ્રેસે 2014માં સ્વિટ્ઝર્લેન્ડમાં RBI એ 200 ટન ગોલ્ડ શિફ્ટ કરવા બાબતે ટ્વીટ કરી હતી. પાર્ટીએ રિપોર્ટ ટેગ કરીને ટ્વીટ કર્યું હતું કે, શું મોદી સરકારે 2014માં ચૂપચાપ રીતે RBIનું 200 ટન સોનું સ્વિટ્ઝર્લેન્ડ મોકલી આપ્યું છે?