ચીન સાથે ટ્રેડ મંત્રણાઓ વચ્ચે અમેરિકાએ કે, તે ૧૦ મેના રોજ ૨૦૦ અબજ ડોલર (૧૩.૮૪ લાખ કરોડ રૂપિયા)ના ચાઇનીઝ ઇમ્પોર્ટ પર ડ્યૂટી ૧૦ ટકાથી વધારીને ૨૫ ટકા કરી દેશે. અમેરિકાનું કહેવું છે કે, ટ્રેડ વાટાધાટો ધીમી ગતિએ આગળ વધી રહી છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ટ્વીટ કરીને ટેરિફમાં વધારો કરવાની વાત કહી છે. સાથે જ ધમકી આપી છે કે, ૩૨૫ અબજ ડોલર (૨૪.૪૯ લાખ ડોલર રૂપિયા)ના વધારેના ઇમ્પોર્ટ પર ટૂંક સમયમાં જ ૨૫ ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે.
ચીનના હાઇ લેવલ ડેલિગેશનનો વેપાર મંત્રણા કરવા માટે બુધવારે અમેરિકા જવાનો કાર્યક્રમ હતો. મીડિયા રિપોટ્ર્સ અનુસાર ટ્રમ્પની ધમકીના કારણે ચીન તેને રદ કરી શકે છે.
ટ્રમ્પે કે, ચીન ૧૦ મહિનાથી ૫૦ અબજ ડોલરના ઇમ્પોર્ટ પર ૨૫ ટકા અને ૨૦૦ અબજ ડોલરના ઇમ્પોર્ટ પર ૧૦ ટકા ડ્યૂટી આપી છે. ચીન સાથે ટ્રેડ ટાક ચાલુ છે, પરંતુ તેની ગતિ ખૂબ જ ધીમી છે, કારણ કે ચીન ફરીથી સોદો કરવા ઇચ્છે છે.