Charotar Sandesh
ગુજરાત

સોલિડ વેસ્ટ મેનેજમન્ટ વિભાગની લાલ આંખ, ૧૦૧૩ લોકોને નોટિસ ફટકારી

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના જાહેરમાર્ગ ઉપર થૂંકતા નાગરિકોને દંડવા માટે ઇ-મેમોની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જેથી જાહેર રોડ કે કોઇ પણ જગ્યાએ થૂંકતા કે ગંદકી ફેલાવતા પહેલા ચેતજા. અમદાવાદ મનપાની સોલિડ વેસ્ટ મેનેજમન્ટ વિભાગની કડક કાર્યવાહી ચાલી રહી છે.
છેલ્લા એક સપ્તાહમાં ૪૮ વોર્ડમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં પેશાબ કરતા ૧૦૫ લોકોને નોટીસ ફટકારવામાં આવી છે, તેમની પાસેથી તંત્રએ રૂપિયા ૧૦૬૦૦ની વસૂલાત કરી છે.
જ્યારે જાહેરમાં થૂંકવા અંગે ૩૩૦ લોકોને નોટિસ મોકલવામાં આવી છે, અને તેમની પાસેથી રૂપિયા ૩૪૯૦૦ની વસૂલાત કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ રૂલ્સ ભંગ બદલ તમામ કેસોમાં કુલ ૧૦૧૩ લોકોને નોટિસ મોકલવામાં આવી છે.
અમદાવાદ મ્યૂનિસિપલના વિભાગે અત્યાર સુધી રૂપિયા ૭.૦૮ લાખનો વહીવટી ચાર્જ વસૂલ્યો છે. જ્યારે ૨૬૦ કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વેસ્ટ જપ્ત કરવામાં આવ્યો છે. પ્લાસ્ટીક અંગે ૨૪૭૫ને નોટીસ ફટકારીમાં આવી છે, અને તેમની પાસેથી રૂપિયા ૧૪.૫૯ લાખનો દંડ ફટકાર્યો છે.૧ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ ૨૬૩૨૪ નોટીસો આપવામાં આવી છે.

Related posts

ગુજરાતના આકાશમાં મોડી સાંજે પૃથ્વી તરફ પડતો જોરદાર અગન ગોળો જોવા મળ્યો : લોકોએ કેમેરામાં કેદ કર્યો, જુઓ

Charotar Sandesh

શિક્ષકોના ૨ જગ્યાએ નામ હશે તો ૩ વર્ષ માટે કરાશે ડિબાર્ડ…

Charotar Sandesh

ગુજરાતમાં પાંચ વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર ઓગસ્ટ માસમાં નવ દિવસ ઊજવણી કરશે

Charotar Sandesh