Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકા-ચીન ટ્રેડવાર ઇફેક્ટઃ રિલાયન્સે ૭૦ હજાર કરોડ ગુમાવ્યા..!!

મેરિકા અને ચીનની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરની અસર સમગ્ર વિશ્વમાં જાવા મળી છે. ભારત પણ તેમાંથી બાકાત  નથી. તેના કારણે ભારતના સૌથી અમીર વ્યક્ત મુકેશ અંબાણીની આગેવાની વાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(ઇૈંન્)નો શેર છેલ્લા ૪ ટ્રેડિંગ સેશનમાં લગભગ ૪ ટકા ઘટ્યો હતો. તેના કારણે આરઆઈએલની માર્કેટ વેલ્યુ લગભગ ૧૦ અબજ ડોલર એટલે કે ૭૦ હજાર કરોડ રૂપિયા ઘટી છે. તેની સાથે જ આરઆઈએલની માર્કેટ વેલ્યુ પ્રમાણે દેશની સૌથી મોટી કંપની તરીકેની પ્રતિષ્ઠા પણ છીનવાઈ છે.
છેલ્લા ૪ ટ્રેડિંગ સેશન્સથી ચાલ્યા આવતા ઘટાડાને કારણે આરઆઈએલ માર્કેટ વેલ્યુના મામલામાં ટાટા ગ્રુપની ફલેગશીપ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ(્‌ઝ્રજી)થી પાછળ હટી ગઈ છે. આ પ્રકારે ગુરૂવારે આરઆઈએલ(ઇૈંન્) ૩.૫૦ ટકાના ઘટાડાની સાથે ૧૨૫૪ રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે અને કંપનીની વેલ્યુએશન ઘટીને ૭.૯૫ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. જયારે ટીસીએસ ૮.૧૪ લાખ કરોડ રૂપિયાની વેલ્યુએશનની સાથે દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપની બની છે.
સવારે આરઆઈએલનો શેર લગભગ ૧ ટકાના ઘટાડા સાથે ૧૨૮૬ રૂપિયા પર ખુલ્યો. જાકે બપોર સુધીમાં ઘટાડો વધતો ગયો. હાલ શેર લગભગ ૩.૫ ટકાના ઘટાડા સાથે ૧૨૫૬ રૂપિયા પર કારોબાર કર રહ્યો છે. છેલ્લા ૩ મેની ક્લોઝિંગ પ્રાઈસની સરખામણી કરવામાં આવે તો શેર લગભગ ૧૦ ટકા તૂટી ચૂકી છે. જેનાથી કંપનીની વેલ્યુએશન ૧૦ અબજ ડોલર ઘટી ચુકી છે.

Related posts

USA : ન્યૂ મેક્સિકોમાં એર બલૂન વિજળીની લાઇન સાથે અથડાતા વિસ્ફોટ : ૫ના મોત…

Charotar Sandesh

અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીના ૪૮ ટકા ભારત અને ચીનના : રિપોર્ટ

Charotar Sandesh

અમેરિકાના સ્વાતંત્રય દિને લશ્કરી પરેડ : ટ્રમ્પનું શકિત પ્રદર્શન

Charotar Sandesh