આૅસ્ટ્રેલિયામાં કેન્દ્રીય બેન્કના અધિકારીઓએ ગુરુવારના રોજ સ્વીકાર કર્યો કે કેટલાંય સુરક્ષિત ફીચરથી લેસ ૫૦ આૅસ્ટ્રેલિયન ડોલરની નોટો પર ટાઇપો એરર (સ્પેલિંગ પ્રિન્ટ) સંબંધિત એક ચૂક રહી ગઇ છે.
પીળા અને લીલા રંગની આ નોટ ગયા વર્ષે આૅક્ટોબર મહિનામાં ચલણમાં આવી હતી. આ નોટ પર ઓસ્ટ્રેલિયાના પહેલાં મહિલા સાંસદ એડિથ કોવાનના ભાષણના અંશ પણ સુક્ષ્ણ અક્ષરોમાં મુદ્રિત છે. જા કે લાગે છે કે આ ભાષણના સ્પેલિંગની તપાસ કરાઇ નથી અને સાત મહિના બાદ ટાઇપો એરરની એક ભૂલ પકડવામાં આવી.
કોવાનના ૧૯૨૧ના ભાષણના અંશમાં લખાયેલ ‘રિસ્પોન્સબિલિટી’ શબ્દમાં એક ‘આઇ’ રહી ગયો હતો. ભાષણનું મુદ્રણ એટલા સુક્ષ્ણ અક્ષરોમાં કરાયું છે કે તેને સામાન્ય રીતે જાઇ શકાય નહીં.
જા કે રિઝર્વ બેન્ક ઓફ ઓસ્ટ્રેલિયાની આ નોટને ચલણમાંથી બહાર કરવાની કોઇ યોજના નથી. બેન્કના પ્રવકતાએ કે તેમને આ ભૂલની માહિતી છે અને સ્પેલિંગને આવતી વખતે નોટના મુદ્રણ સમયે ધ્યાન રખાશે.