Charotar Sandesh
વર્લ્ડ

નોર્થ કોરિયાએ લાંબા અંતરની મિસાઇલનું પરિક્ષણ કર્યુ, કિમ જાંગ વાત માટે તૈયાર નથીઃ ટ્રમ્પ

નોર્થ કોરિયાએ શુક્રવારે લાંબા અંતરની મિસાઇલ્સનું પરિક્ષણ કર્યુ. આ દરમિયાન સરમુખત્યાર કિમ જાંગ ઉન હાજર રહ્યા હતા. એક ન્યૂઝ એજન્સી અનુસાર, લાંબા અંતરની મિસાઇલ ફેંકતા પહેલાં નોર્થ કોરિયાએ ઓછા અંતરની મિસાઇલનું પરિક્ષણ કર્યુ હતું. આ ઘટનાક્રમ વચ્ચે અમેરિકાએ પ્રતિબંધના ઉલ્લંઘનનો આરોપ લગાવી નોર્થ કોરિયન કાર્ગો શિપ પકડ્યું છે.
બીજી તરફ, અમેરિકાએ પણ નોર્થ કોરિયાની મિસાઇલ ડ્રીલની પુષ્ટ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે મિસાઇલ પરિક્ષણને લઇને ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ  કે, કિમની વાતચીતની કોઇ ઇચ્છા નથી. જા કે, ટ્રમ્પે નોર્થ કોરિયા સાથે સંબંધો યથાવત રાખવાની પણ વાત કહી છે.
કેસીએનએ અનુસાર, કિમ જાંગ (કમાન્ડંગ ઓફિસર)એ પહેલાં મિસાઇલોનું પરિક્ષણ કર્યુ અને ત્યારબાદ તેને ફેંકવાનો આદેશ આપ્યો. તેનો હેતુ નોર્થ કોરિયન સૈન્યને મજબૂત બનાવવી અને પોતાના વેસ્ટર્ન ફ્રન્ટ ડિફેન્સ યુનિટને હુમલાને તૈયાર કરવાનો હતો.
અમેરિકાએ ગુરૂવારે નોર્થ કોરિયાનું એક કાર્ગો જહાજ પકડી લીધું છે. અમેરિકાએ કાર્યવાહી પાછળ આંતરરાષ્ટય પ્રતિબંધોના ઉલ્લંઘનને કારણ જણાવ્યું. જહાજની ઓળખ ૧૭ હજાર ટન વજનવાળા વાઇઝ ઓનેસ્ટ તરીકે કરવામાં આવી છે. અમેરિકન જસ્ટસ ડિપાર્ટમેન્ટ અનુસાર, આ જહાજ નોર્થ કોરિયાના નામે રજિસ્ટર્ડ છે. જહાજ નોર્થ કોરિયાથી ગેરકાયદે કોલસા બીજા દેશોમાં પહોંચાડે છે અને ત્યાંથી તે પોતાના દેશ માટે ભારે મશીનરી લાવે છે.

Related posts

ઇરાનની નૌસેનાનું સૌથી મોટું યુદ્ધ જહાજ રહસ્યમય સંજોગોમાં ડૂબી ગયું…

Charotar Sandesh

Delta Variant : કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનો અત્યાર સુધી ૧૩૫ દેશોમાં પગપેસારો : WHO

Charotar Sandesh

બિલ ગેટ્‌સને પછાડી એલન મસ્ક બન્યા વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ…

Charotar Sandesh